નવી દિલ્હી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં જ સમાપ્ત થયેલ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝમાં જીત હાંસલ કરનાર ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડ સામે આગલા મહિને શરૂ થનાર 4 મેચની ટેસ્ટ સીરીઝની તૈયારી કરી રહી છે. 5 ફેબ્રુઆરીએથી શરૂ થનાર આ સીરીઝ માટે રવિવારે 15 સભ્યોનું દળ રવિવારે ચેન્નઈ પહોંચ્યું. ચેન્નઈ પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમ સાથે ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ, ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર, બેટ્સમેન રોરી બર્ન્સ અને જોનાથન ટ્રેટ પણ સામેલ છે. 

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની ટીમ હાલ શ્રીલંકા સામે 2 મેચની ટેસ્ટ સીરીઝ રમવા પહોંચી છે જ્યાંથી તે સીધી જ ચેન્નઈ પહોંચશે. જો કે ભારત પહોંચેલા 15 ખેલડીઓ શ્રીલંકા પ્રવાસનો ભાગ નથી. 

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસ પર પહેલી 4 મેચની ટેસ્ટ સીરીઝ રમી છે જેના પહેલા 2 મેચ ચેન્નઈમાં છે જ્યારે બાકીના 2 મેચ અમદાવાદમાં રમાશે. જે બાદ ઈંગ્લેન્ડની ટીમ 5 ટી20 મેચ રમશે અને પછી 3 મેચની વનડે સીરીઝ રમાશે.

ટી20 સીરીઝના તમામ મેચ અમદાવાદમાં રમાશે જ્યારે વનડે સીરીઝના તમામ મેચ પુણેમાં રમાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ બાદ તમામ ખેલાડીઓ 27 જાન્યુઆરીએભારત પહોંચી જશે. દુનિયાભરમાં ફેલાયેલ મહામારી કોરોનાવાયરસને પગલે ભારત પહોંચ્યા બાદ તેમનો કોરોનાવાયરસ ટેસ્ટ કરાવાશે અને થોડા દિવસો સુધી ચેન્નઈની એક હોટલમાં રોકવામાં આવશે. 

પહેલી બે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમ :  જો રૂટ, જૈક ક્રૉલે, ડૈનિયલ લૉરિંસ, ડૉમનિક સિબલે, મોઈન અલી, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, રોરી બર્ન્સ, જોસ બટલર, બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એંડરસન, ડૉમનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ, ઓલી સ્ટોન.