દિલ્હી-

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ કરવા જઈ રહ્યું છે, ત્યારે વિશ્વમાં ખુદને મહાશક્તિ ગણાવતા અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે, ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે, લોકો વિમાનોમાં બસની જેમ લટકી રહ્યા છે, ત્યારે ભારતના ગૃહમંત્રાલય દ્વારા આવા લોકોને વિઝા આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ જ્યાં ભારતનું મિશન ચાલી રહ્યું છે. જેમાં એરફોર્સનાં વિમાન દ્વારા ભારતીયોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ વિઝાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે પોતાના વિઝા નિયમોમાં મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝા નિયમોની સમીક્ષા કરવામાં આવી છે તથા મોટું એલાન કરવામાં આવ્યું છે. ઈલેક્ટ્રોનિક વિઝાની નવી શ્રેણી ‘e-Emergency X-Misc Visa’ શરૂ કરવામાં આવ્યા છે. જે લોકો ભારત આવવા માંગે છે જે તેમના માટે વિઝા આવેદનમાં તેજી લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.