પંજાબ

ભારતીય વાયુસેનાનું મિગ -21 લડાકુ વિમાન મોડી રાત્રે ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ મિગ -21એ રાજસ્થાનના સુરતગઢથી ઉડાન ભરી હતી અને આ ઘટના મોગાના લંગિયાના ખુર્દ ગામ નજીક બની હતી.ઉલ્લેખનીય છે કે અકસ્માત સમયે વિમાન નિયમિત તાલીમ ઉડાન પર હતું. ઘટનાસ્થળ પર પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. જેમાં પાઇલોટ અભિનવ હજુ મળ્યા નહોંતા. ત્યારે તેમની શોધ માટે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિગતો મળી હતી કે, પાયલોટ અભિનેવનું ઘટના સમયે મૃત્યું થયું છે.

પંજાબનાં મોગામાં લડાકુ વિમાન મિગ 21 મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તાલીમને લીધે પાઇલોટ અભિનવે મિગ-21 થી રાજસ્થાનનાં સુરતગઢથી ઉડાન ભરી હતી. ત્યારબાદ વિમાન ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાનાં અધિકારીઓ કહે છે કે, ફાઇટર જેટ મિગ-21 મોગાનાં એક શહેર બાગપુરાનાં ગામ લંગિયાના ખુર્દ નજીક સવારે 1 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હતું. પ્રશાસન અને સૈન્યનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે,

આ પહેલા 17 માર્ચે પણ મિગ-21 પણ ક્રેશ થયું છે. ભારતીય વાયુસેનાનું મિગ 21 ફાઇટર વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. આ સમય દરમિયાન વિમાન ઉડાવી રહેલા પાઇલોટ જૂથ કેપ્ટન આશિષ ગુપ્તા અકસ્માતમાં શહીદ થયા હતા.