બોડેલી

સુપ્રીમ કોર્ટે દ્વારા સરકારના ત્રણ કૃષિ કાયદા લાગુ કરવા પર રોક લગાવતા બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર ભારતીય કિસાન સેનાના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. ભારતીય કિસાન સેનાના મહામંત્રી સાહિદભાઈ મન્સૂરીએ લોકસત્તા જનસત્તા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જે બિલ કેન્દ્ર સરકારે લાગુ કર્યું હતું. જેને લઇ ખેડૂતો નારાજ હતા. તેની સામે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા સ્ટે ફરમાવવામાં આવ્યો છે, આમ કૃષિ કાયદા પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. ભારતીય કિસાન સેના દ્વારા ગુજરાતમાં કરેલા આંદોલનનો અને ભારતના તમામ ખેડૂતોની પહેલા પગથિયા જીત કહી શકાય. આવનારા સમયમાં કૃષિ બિલને સંપૂર્ણપણે નાબૂદ કરશે તે દિવસ ખેડૂત માટે સૌથી સારો દિવસ હશે. ગુજરાતમાં ભારતીય કિસાન સેના દ્વારા આ આંદોલનની પ્રથમ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ૪૦ કિલોમીટર પગપાળા યાત્રા કરી છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારત સરકારને આ કૃષિ કાયદાના બિલને વહેલી તકે પાછો લેવામાં આવે, જાે આ કાયદાને પાછો લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ચાર સદસ્યોની કમિટી રચવામાં આવી છે. આ ચાર સદસ્યોની કમિટી નાબૂદ કરવામાં આવે અને ખેડુતોનો સમાવેશ કરી કમિટી ફરીથી રચવામાં આવે તેવી અમારી માંગ છે.જાે આ કમિટી ફરીથી બનાવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.અમે કૃષિ બિલના વિરોધનો યુનોમાં ફરિયાદ કરવાના છે.હાલ જે કૃષિ બીલ પર સ્ટે આવ્યો છે. એની ઉજવણીના ભાગરૂપે બોડેલી ખાતે ભારતીય કિસાન સેનાના તમામ સમર્થકો દ્વારા આતશબાજી કરી અને ફટાકડા ફોડી ર્નિણયને વધાવવામાં આવ્યો છે.આ ર્નિણયને અમે આવકાર્યો છે. ખેડૂત હિત સામે સુપ્રીમ કોર્ટ સારા ર્નિણય લાવશે તેવી આશા રાખીએ છીએ.