નિરજ પટેલ / વડોદરા તા.૫

૨૬/૧૧ના મુંબઈ હુમલાને પણ ભૂલાવી દે એવી આતંકવાદી ઘટનાને અંજામ આપવા ગુજરાત-મહારાષ્ટ્રમાં ઘૂસેલા પાંચ આતંકવાદી અંગેના ગુપ્તચર વિભાગના સિરિયસ એલર્ટ બાદ મધ્ય ગુજરાત અને ખાસ કરીને વડોદરા, ભરૂચ, ગોધરા-પંચમહાલમાં શંકાસ્પદોને શોધી કાઢવાની કવાયત પોલીસે ચાર દિવસથી શરૂ કરી છે. આ અંગે શહેર પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે પણ એલર્ટ હોવાનું કબૂલ્યું છે પરંતુ ‘સ્પેસિફિક’ નહીં હોવાનું પણ ઉમેર્યું છે. રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ પણ એલર્ટ અંગે સમર્થન આપ્યું છે. બીજી તરફ વડોદરા પોલીસે ચાર દિવસમાં શહેરની આસપાસનો વિસ્તાર ખુંદી નાખી ૩૫ જેટલાની અટકાયત કરી પૂછપરછ કરી હોવાનું બહાર આવ્યું છે.

ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ડોન દાઉદ ઈબ્રાહિમ હાલ પાકિસ્તાનમાં છૂપાયેલો છે ત્યારે પાકિસ્તાનના જાસૂસીતંત્ર આઈએસઆઈ અને લશ્કર એ તોઈબા જેવા આતંકવાદી સંગઠને દાઉદના ફાર્મ હાઉસ ખાતે ભારે સુરક્ષાકવચ વચ્ચે બેઠક કરી ભારતમાં મોટાપાયે અશાંતિ સર્જવાની યોજના ઘડી હતી. ત્રિપલ તલ્લાક, જમ્મુ કાશ્મીરની ૩૭૦-એ કલમ નાબુદ કરવા ઉપરાંત તાજેતરમાં કોરોનાના ફેલાવા માટે તબલીગી જમાત જવાબદાર હોવાનું જાહેર કરી ભારત મુસ્લિમ વિરોધી વલણ ધરાવે છે એવો પ્રચાર કરી ખાડીના દેશોમાંથી પણ મદદ મેળવવાનું નક્કી કરાયું હતું.

આ બેઠકમાં જ ૨૬/૧૧ જેવી કે એનાથી મોટી ઘટનાને અંજામ આપવા માટે દાઉદના જૂના મોડયુલનો ઉપયોગ કરી સ્ફોટક જથ્થો અને આતંકવાદીઓને દરિયાઈ માર્ગે ભારતમાં ઘૂસાડવાની જવાબદારી સોંપાઈ હતી. આવી જાણકારી જમ્મુ-કાશ્મીરમાં ઝડપાયેલા બે આતંકવાદીઓએ આપતાં ગુપ્તચર વિભાગે પણ એનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું જેમાં તથ્ય જણાતાં એક સિરિયલ એલર્ટ દેશવ્યાપી અને ખાસ કરી ગુજરાત, મહારાષ્ટ્ર માટે જારી કર્યું હતું.

લાકડાઉન દરમિયાન સુરક્ષાતંત્ર અને વહીવટીતંત્ર કોરોનાને હરાવવા માટે વ્યસ્ત હતું એવા સમયનો ફાયદો ઉઠાવી પાંચ ખૂનખાર આતંકીઓ ગુજરાતમાં પ્રવેશી ચૂકયા હોવાનું ગુપ્તચર વિભાગે જાહેર કરતાં સુરક્ષા એજન્સીએ આતંકીઓની વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. અગાઉ પંચમહાલના પાવાગઢ નજીક આતંકીઓેને પ્રશિક્ષણ અપાયું હોવાનું બહાર આવતાં પાવાગઢના જંગલો ઉપરાંત ગોધરાના સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. એવી જ રીતે, વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારો ઉપરાંત નવાયાર્ડ, છાણી, ફતેગંજ અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં પણ કોઈ નવું રહેવા આવ્યું હોય કે આશરો લીધો હોય એની ચાંપતી તપાસ શહેર પોલીસે કરી હતી. જ્યારે ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામો જ્યાં મુસ્લિમ બહુમતી વસતી ધરાવતા હોય એવા સ્થળોની પણ ખાનગીમાં તપાસ કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત ગોધરા અને તેના આસપાસની પણ તમામ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ‘વોચ’ રાખી સંબંધિતોની આકરી પૂરપરછો કરાઈ રહી છે. વડોદરા, ભરૂચ તથા ગોધરામાં પોલીસતંત્ર અને ગુપ્તચર વિભાગ દ્વારા બાતમીદારોનું નેટવર્ક ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરાયું હતું જેમાં લાકડાઉન દરમિયાન આ ચાર શહેર અને આસપાસથી પાકિસ્તાન કે કચ્છના સરહદી વિસ્તારમાં કોઈ કોલ કરાયા છે કે કેમ? એની તપાસ હાથ ધરવામાં આવી છે.

‘સિરિયસ એલર્ટ’ અંગે શહેર પોલીસ કમિશ્નરે પુષ્ટિ કરી

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે જણાવ્યું છે કે ઈન્ટેલિજન્સ વિભાગનું એલર્ટ છે પરંતુ એ સ્પેસિફિક નથી એમ તેમણે ઉમેર્યું છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આવા સંવેદનશીલ એલર્ટ સ્પેસિફિક રીતે બહાર પડાતા નથી પરંતુ ‘સિરિયસ એલર્ટ’ છે ત્યારે આ મામલો અત્યંત ગંભીર હોઈ શકે. પરંતુ દેશની સુરક્ષાના કારણોસર આવા એલર્ટની વિગતો બહાર પાડવામાં આવતી નહીં હોવાનું જાણકારોનું માનવું છે.

કોલ ટ્રેસ થયા બાદ વધુ એક એલર્ટ

રાજ્યના પોલીસ વિભાગ પાસે અગાઉથી એક સિરિયસ એલર્ટ હતું જ ત્યાં આજે કેન્દ્રિય ગુપ્તચર એજન્સીએ ટ્રેસ કરેલા કોલમાં બલુચિસ્તાનના જૈસ એ મહોમ્મદના કમાન્ડરને એક આતંકીએ ‘ગુજરાત પહોંચ કર ઐસા કરેલા કી દુનિયા યાદ કરેગી’ એવું બોલતાં સાંભળતાં તાત્કાલિક બીજું એલર્ટ મોકલી ગુજરાત પોલીસને સાબદી કરવામાં આવી છે. આ બીજા એલર્ટના કારણે અગાઉના દાઉદના ગુજરાત-મહારાષ્ટ્રમાં મોટા આતંકવાદી હુમલાના એલર્ટને મજબૂત સમર્થન મળી રહ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માં તપાસ

શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચના બધા જ ચારેય યુનિટોના પ૦ ઉપરાંત