નડિયાદ : ખેડા ડિવિઝનની સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ કચેરી દ્વારા ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તિ માટે વોક-ઇન-ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતાં ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યૂંમાં હાજર રહી શકશે. આ ઇન્ટવ્યૂ ખેડા ડિવિઝનની સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ કચેરીના બીજા માળે હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ ખાતે તા.૧૧ નવેમ્બર, ૨૦૨૦ને બુધવારના રોજ સવારે ૧૦થી બપોરના ૧૨ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ પોતાના બાયોડેટાની સાથે સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત અંગેના પુરાવા, આવશ્યક સર્ટિફિકેટ અને અનુભવ (ધરાવતાં હોય તો) બાબતના દાખલા ઓરિજિનલ તેમજ દરેકની ખરી નકલ સાથે લાવવાના રહેશે. આ માટે ૧૮થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતાં તેમજ ઉમેદવાર ધોરણ-૧૦ પાસ (જાે ઉમેદવાર ૫,૦૦૦ કરતાં ઓછી જન સંખ્યા ધરાવતાં ગામમાં રહેતાં હોય) અને ધોરણ-૧૨ પાસ (જાે ઉમેદવાર ૫,૦૦૦ કરતાં વધુ જનસંખ્યા ધરાવતાં ગામમાં રહેતાં હોય) હોવા જાેઈએ. સિક્યુરિટી ડિપોઝીટ તરીકે પસંદગી પામેલાં એજન્ટે રૂ.૫૦૦૦ના દ્ગજીઝ્ર/દ્ભફઁમાં રોકાણ કરવું પડશે. જે તેમને એજન્સી રદ થયેથી પરત મળશે. કોઇપણ લાઇફ ઇન્સ્યુરન્સમાં કામ કરતાં એજન્ટને પીએલઆઇ/આરપીએલઆઇ એજન્સી મળવાપાત્ર નથી, તેની નોંધ ઉમેદવારોએ લેવાની રહેશે. ઇન્સેનટિવ પીએલઆઇ/આરપીએલઆઇના કામકાજ માટે ભારતીય ટપાલ વિભાગના નિયમોનુસાર મળશે, તેમ ખેડા ડિવિઝનની સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.