અમદાવાદ-

રાજ્યમાં કોરોનાનો સામનો કરવા ગુજરાત હાઇકોર્ટે આજે ગુજરાત સરકારને વધુ એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. હાઈકોર્ટમાં કોરોના અંગે સૂઓમોટો મામલે એક સુનાવણી ચાલી રહી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને એક મોટો આદેશ કરીને રાજ્યની તમામ સરકારી અને સિવિલ હોસ્પિટલોની મુલાકાત લેવા માટે પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓની કમિટી રચવા આદેશ કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.

કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે રાજ્યની ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને વધુ એક મોટી જવાબદારી સોંપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, રાજ્યની તમામ સરકારી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા માટે પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવે. તા. 4 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસની સારવાર અંગેની ખામી અને સુધારણા માટે સૂચનો સાથે રિપોર્ટ તૈયાર કરો.