વડોદરા : બરોડા ડેરી દૂધના ભાવફેર અંગે યોગ્ય ર્નિણય ન લેવા સામે સાવલીના ધારાસભ્યએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા), વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કેતન ઇનામદારને ટેકો આપ્યો છે અને પશુપાલકોને યોગ્ય ભાવ આપવાની માગ કરી છે. આ મામલે બરોડા ડરીમાં ધારાસભ્યો કેતન ઇનામદાર અને અક્ષય પટેલની આગવાનીમાં પશુપાલકો દ્વારા ડેરી પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. જાેકે, દૂધમાં યોગ્ય ભાવફેર અંગે સત્તાધિશો અને સાંસદ તેમજ જિલ્લા ભાજપના પ્રભારી સાથેની બેઠકમાં કોઇ નિવેડો આવ્યો નહોતો. જેથી કેતન ઇનામદાર બેઠક છોડીને નીકળી ગયા હતા.અને આવતિકાલથી ડેરીની બહાર પ્રતિક ધરણા કરવાની જાહેરાત કરીને ગુરૂવારે ડેરી ખાતે હલ્લાબોલની ચીમકી આપી હતી.

પશુપાલકોને દુધના ભાવફેર મુુદ્દે બરોડા ડેરી ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ,જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, ધારાસભ્ય કેતન ઈનામદાર, અક્ષય પટેલ,ડેરીના ચેરમેન દિનુમામાં તેમજ ડેરીના અન્ય અધિકારીની મળેલી બેઠકમાં દુધના ભાવફેર મુદ્દે કોઈ નિવેડો નહી આવતા બેઠક છોડીને નિકળી ગયેલા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે અને ગુરૂવારથી બરોડા ડેરીની સામે તંબુ તાણીને બેસી રહીશું. બીજી તરફ બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે જે થાય તે ભાવ અમે પશુપાલકોને અમે આપીએ છીએ. વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે આ વિવાદનો ૂટૂંક સમયમાં અંત લાવીશું.

જાેકે, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યુ હતુ કે, પશુપાલકોને યોગ્ય ભાવ મળે તે માટે આવતિકાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવશે અને ડેરીની બહાર સવારે ૧૦ થી સાંજે પાંચ વાગ્યા સુધી બે દિવસ પ્રતિક ધરણા કરાશે.તેમ છતા કોઈ નિવેડો નહી આવે તો ગુરૂવારે ડેરી ખાતે હલ્લાબોલ કરાશે તેવી ચીમકી આપી હતી.કેતન ઈનામદાર દ્વારા બરોડા ડેરી દ્વારા પશુપાલકો-સભાસદોને યોગ્ય ભાવ ન આપી ડેરી અન્યાય કરી રહી હોવાનો તેમજ ડેરી પર ભ્રષ્ટાચારના આરોપ મૂકતો પત્ર સહકાર મંત્રીને લખતા વિવાદ ઊભો થયો હતો. ડેરીના ચેરમેન દિનુમામા અને કેતન ઈનામદાર વચ્ચે શાબ્દિક યદ્ધ શરૂ થયું હતું. દરમિયાન પાદરા તાલુકામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધ્યાને આ વિવાદ આવતાં તેમણે નેતાઓને સામસામે બેસાડીને વિવાદનો ઉકેલ લાવવાનું જણાવતાં પરાક્રમસિંહ જાડેજા,સાંસદ રંજનબેન ભટ્ટ અને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન કોયલીએ દિનુમામા અને કેતન ઈનામદાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

પશુપાલકોના હિતમાં હું કેતન ઇનામદાર સાથે છું ઃ શૈલેષ મહેતા

ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ જણાવ્યું હતું કે, પશુપાલકોના હિતમાં હું કેતન ઇનામદાર સાથે છું. ડેરી સત્તાધીશોએ કેતન ઇનામદારને આપેલુ વચન પાળ્યું નથી જાે આજે નિરાકરણ નહીં આવે તો કેતન ઇનામદાર સાથે રહીશું. પશુપાલકો અમારા મતદારો છે, તેમના માટે અવાજ ઉઠાવી રહ્યા છે.

અમો સરકારમાં રજૂઆત કરીશું ઃ મધુ શ્રીવાસ્તવ

આજે ડેરીમાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ડેરીમાં ચૂંટાયેલા સભાસદો ફરવા નીકળી ગયા છે અને પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ મળતા નથી. હું કેતન અને તમામ ધારાસભ્યોની સાથે જ છું. અમે સરકારમાં રજૂઆત કરીને પશુપાલકોને યોગ્ય ભાવ મળે તે માટે રજૂઆત કરીશું.

નિરાકરણ નહીં આવે તો હલ્લાબોલમાં હું પણ જાેડાઈશ ઃ અક્ષય પટેલ

કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે, હું કેતન ઇનામદાર સાથે સહમત છું. કરજણના પશુપાલકોને પણ ભાવફેરની રકમ નથી મળતી. નિરાકરણ નહીં આવે તો ગુરુવારના હલ્લાબોલમાં હું પણ જાેડાઈશ.અને પશુપાલકોના હીતમાં જે આંદોલન કરવુ પડે તે કરીશુ તેમ કહ્યુ હતુ.