વડોદરા : પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના અનેક રહસ્યો જાણતી દિશા ઉર્ફે જાેન પાસેથી પોલીસને મહત્ત્વની જાણકારી મળી છે. ગોત્રી પોલીસે આજે એને સાથે રાખી ડભોઈ પરના નિવાસસ્થાને જઈ તપાસ હાથ ધરી હતી, જ્યાંથી એક લેપટોપ અને એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસ હવે એની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરશે. બીજી તરફ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ અદાલતમાં ૧૬૪ મુજબનું નિવેદન નોંધાવ્યું હતું. બગલામુખીના કહેવાતા ગુરુજી પ્રશાંત ઉપાધ્યાયની ખૂબ જ નિકટ તેની સેવિકા દિશા ઉર્ફે જાેન હતી. પીડિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે જાેન હાલ પોલીસ કસ્ટડીમાં છે. પ્રશાંત માટે દિશા ઉર્ફે જાેન ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ હતી. પાખંડી પ્રશાંત ઉપાધ્યાય પોતાના બેડરૂમમાં આવતા અને નીકળતાં પહેલાં પહેલાં જાેનને અચુક ફોન કરતો હતો. સેવિકા દિશા ઉર્ફે જાેનનું પાખંડી પ્રશાંતની કરતૂતોમાં સહાયકની ભૂમિકા નકારી શકાય તેમ નથી. પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની અંગત સેવિકા દિશા ઉર્ફે જાેન દ્વારા તેની સમગ્ર પાપલીલામાં સાથ આપવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રશાંતની હવસ પોષવા માટે સેવિકા આશ્રમમાં આવતી યુવતીને બહેલાવી, ફોસલાવી અને જરૂર પડયે ધમકાવીને તેની પાસે મોકલતી હતી. પોતે સ્ત્રી હોવા છતાં પ્રશાંત પર આસ્થા રાખતી સ્ત્રીઓને તેની પાસે મોકલતી હતી. દિશા ઉર્ફે જાેનને પ્રશાંતની રાઝાદાર માનવામાં આવે છે. પ્રશાંત તેના બેડરૂમની અંદર જાય એ પહેલાં અને બેડરૂમમાંથી બહાર આવે ત્યાર બાદ અચુક દિશા ઉર્ફે જાેનને ફોન કરતો હતો. 

દિશા પ્રશાંતના આશ્રમની ગતિવિધિઓની સાથે તેના અંગત જીવનથી સારી રીતે વાકેફ હતી. પ્રશાંતના વીડિયો ઉતારવા, તેના ડેટા સાચવવા, એડિટિંગ કરવા સહિતના કામ દિશા કરતી હતી. બેડરૂમમાં જતાં પહેલાં અંદર કયા પ્રકારની ગોઠવણ કરવાની છે તે માટે પ્રશાંત તેને પાંચ મિનિટ પહેલાં ફોન કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. બેડરૂમમાંથી બહાર જતાં પહેલાં પ્રશાંત દિશાને ફોન કરતો હતો. બેડરૂમમાંથી બહાર નીકળ્યા બાદ સાફસફાઈ અને અન્ય ચીજવસ્તુઓ સગેવગે કરવા માટેની જવાબદારી જાેન નિભાવતી હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રશાંતના રૂમની બહાર નીકળ્યા બાદ દિશા તેને લોક કરતી હતી. પ્રશાંત બેડરૂમમાં આવે તે પહેલાં દિશા રૂમનું એ.સી. પણ ચાલુ કરી રાખતી હતી. જાે કે, હાલ દિશા ઉર્ફે જાેન બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે વીડિયો એડિટિંગ સહિતના પુરાવાઓ એકત્ર કરવા પોલીસે દિશાને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ભોગ બનેલી યુવતીનું નિવેદન લેવાયું

પાખંડી પ્રશાંત દ્વારા આચરવામાં આવેલા દુષ્બર્મનો ભોગ બનેલી પીડિતાએ આજે અદાલતમાં સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન નોંધાવ્યું હતું. બીજી તરફ ગોત્રી પોલીસે અન્ય સેવિકા ઉન્નતિ જાેશીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં એ હાલ પૂણે હોવાથી પોલીસની એક ટીમ એને ઝડપી લેવા માટે પૂણે જશે એવી માહિતી પ્રાપ્ત થઈ છે.