નવી દિલ્હી

સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટીવ રહેનારો પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ  ફેન જ નહીં સૌ કોઇના નિશાને લાગ્યો છે. જોકે આ વખતે પણ નિશાના પર લાગવાનુ કારણ તેની પત્નિ સફા બેગ  ને લઇને જ છે. ઇરફાન પઠાણના પુત્ર ઇમરાનના સોશિયલ મીડીયા એકાઉન્ટ દ્રારા એક તસ્વીર શેર કરી હતી. જેમાં ઇરફાન પઠાણ તેની પત્નિ સફા અને પુત્ર સાથે જોવા મળી રહ્યો છે. જોકે પત્નિ સફા બેગ ના ચહેરાને રંગ વડે બ્લર કરી દેવાયો છે.

સફા ચહેરાના બ્લર કરવાને લઇને સોશિયલ મીડીયા પર આ વાત મુદ્દો બનવા લાગી છે કે, શા માટે આમ કરવામાં આવતુ હશે. આમ પણ ઇરફાન પઠાણ મોટે ભાગે પોતાની પત્નીની તસ્વીર ને શેર કરે ત્યારે તેમાં દરેક વખતે એક સમાન બાબત હોય છે તે એ જ કે તેની પત્નિનો ચહેરો ક્યારેય ખુલ્લો દેખાતો હોતો નથી.

મોટાભાગે સફાનો ચહેરા પર નકાબ હોય છે, તો કોઇ ના કોઇ આડશ ચહેરા સામે હોય છે. તો ક્યારેક હથેળી ઢાંકેલી હોય છે, પરંતુ આ વખતે બાબત થોડીક અલગ લાગી કે ચહેરો બ્લર કરી દેવાયો હતો.જોકે આ મામલે જ્યારે તે ટ્રોલ થવા લાગ્યો તો, આખરે ઇરફાને સ્પષ્ટતા કરી હતી.

ઇરફાન પઠાણે તે તસ્વીરને શેર કરતા લખ્યુ કે, આ તસ્વીર મારી ક્વીન (પત્ની) એ મારા પુત્રના એકાઉન્ટ થી શેર કરી છે. તસ્વીરને લઇને અમને ખૂબ નફરત મળી રહી છે. મને આ તસ્વીરને અહી પણ પોષ્ટ કરવા દો. મારી પત્નિએ તેની પસંદથી તસ્વીરમાં ચહેરો બ્લર કર્યો છે. અને હાં, હું તેનો માલિક નથી તેનો સાથી છુ.

ઇરફાન પઠાણે વર્ષ 2016માં જેદ્દાહની ખૂબસૂરત મોડલ સફા બેગ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નજીવન દરમ્યાન તેમને એક પુત્ર છે, બંને ખૂબ જ આનંદીત નજર આવતા હોય છે. ઇરફાન પણ તેના પરિવારની તસ્વીરો અવાર નવાર શેર કરતો રહેતો હોય છે.