મેડ્રિડ:

બેલ્જિયમ અને નેધરલેન્ડ્સે મંગળવારે વર્લ્ડ કપ ફૂટબોલ ક્વોલિફાઇંગ મેચોમાં મોટી જીત નોંધાવી છે. જ્યારે ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ પોર્ટુગલને લક્ઝમબર્ગ સામે 3-1થી જીત અપાવવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બેલ્જિયમે ગ્રુપ Eમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યુંબેલ્જિયમે બેલારુસને 8-0થી હરાવીને ગ્રુપ Eમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે નેધરલેન્ડ્સે જિબ્રાલ્ટરને 7-0થી હરાવ્યું અને તે તુર્કી પછી ગ્રુપ Gમાં બીજા સ્થાને છે.સર્બિયાએ અઝરબૈજાનને 2-1થી હરાવ્યું

આયર્લેન્ડ સામે જીતનારા લક્ઝમબર્ગને પોર્ટુગલ સામે ધાર મેળવીને બીજા અપસેટની આશા રાખી હતી. પોર્ટુગલે જોકે ડિએગો જોલ્ટા, રોનાલ્ડો અને જાઓ પાલિન્હાના ગોલને આભારી સર્બિયા સાથે ગ્રુપ Aમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે

બીજી મેચમાં સર્બિયાએ અઝરબૈજાનને 2-1થી હરાવ્યું હતું.સ્લોવાકિયાએ 2-1થી હરાવ્યુંતુર્કીએ તેની મેચ લાતવિયા સામે 3-3ની બરાબરીથી રમી હતી. તુર્કીની જેમ, રશિયા પણ સતત ત્રીજી જીત નોંધાવવામાં નિષ્ફળ ગયું હતું. તેને સ્લોવાકિયાએ 2-1થી હરાવ્યું હતું.રશિયા હવે ગ્રુપ Hમાં ક્રોએશિયાની સાથે ટોચ પરરશિયા હવે ગ્રુપ Hમાં ક્રોએશિયાની સાથે ટોચ પર છે. બીજી મેચમાં ક્રોએશિયાએ માલ્ટાને 3-3થી હરાવ્યું હતું. સાયપ્રસ ગ્રુપમાં પ્રથમ જીત નોંધાવવા સ્લોવેનીયાને 1-0થી હરાવ્યું હતું.