મેયર સામે આક્ષેપ કરતી પત્રિકાકાંડમાં ભાજપના જ નેતા અલ્પેશ લિમ્બાચીયાનું નામ સામે આવ્યું છે ત્યારે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ હોય એ રાજકીય હોય કે રાજકારણ સાથે સંકળાયેલી ન હોય, તેની સામે આવી પત્રિકા બનાવવી ના જાેઈએ. કોઈપણ વ્યક્તિ માટે આમ ન કરવું જાેઈએ. આવી નનામી પત્રિકા કોઈની પણ સામે બનાવી તે દુઃખદ બાબત છે.