મુંબઈ-

દેશમાં કોરોના રોગચાળો દિવસે-દિવસે વકરતો જાય છે. દેશમાં ઓક્સિજનની તીવ્ર અછત પણ વર્તાઈ રહી છે અને ઓક્સિજનની અછતને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એક ડોક્ટર પ્રતિ દિન તેમના દર્દીઓને એક રોપવા માટે આગ્રહ કરે છે અને તેઓ દવાઓ ઉપરાંત પ્રિસ્ક્રિપ્શનમાં એનો ઉલ્લેખ કરે છે. અહમદનગરમાં સંજીવની હોસ્પિટલ ચલાવતા ડો. કોમલ કાસાર છેલ્લા એક મહિનાથી આ પ્રથાને અનુસરી રહ્યા છે. તેઓ તેમની પ્રેક્ટિસમાં મેડિકલ પ્રિસ્ક્રિપ્શનમાં એક ફૂટનોટ આપે છે, જે તેમના દર્દીઓને બીમારીમાંથી સ્વસ્થ થઈને રોપા રોપવાનું કહે છે.

તેઓ કહે છે, કોરોના રોગચાળાની વચ્ચે મને રેમડિસિવિર, વેન્ટિલેટરના કોલ આવતા હતા. થોડા દિવસો પહેલાં મને ઓક્સિજન સપ્લાય માટે પણ કોલ આવવા માંડ્યા, જેથી મારા મનમાં એક વિચાર આવ્યો. મેં મેડિકલ પ્રિસ્ક્રિપ્શનની છેલ્લી લાઇનમાં એક લીટી લખવાનું શરૂ કર્યું હતું કે જે દર્દીઓને ઓક્સિજન અપાય છે, પણ જે પ્લાન્ટમાંથી દર્દી ઓક્સિજન મેળવે છે, એમ રોપા રોપવાની વિનંતી કરી હતી. તેમણે ક્હ્યું હતું કે આ સંદેશ લખવાની કડાકૂટમાંથી બચવા મને એક રબર સ્ટેમ્પ પણ મળ્યો છે.