દિલ્હી-

ભારતમાં કોરોના વાયરસ  થી હાહાકાર મચ્યો છે અને સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. હવે ભારતમાં પહેલી વાર ઓળખ બની ગયો કોવિડ-19 નું નવું વેરિએન્ટ દુનિયાભરના અન્ય દેશોમાં પણ પગ પેસારો કરી લીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ બુધવારે કહ્યું કે ભારતમાં કોરોનાના જે વેરિએન્ટના કારણે સ્થિતિ બગડી છે, તે અત્યાર સુધી ડઝનો દેશોમાં જોવા મળ્યો છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ કહ્યું કે કોરોનાના B.1.617 વેરિએન્ટ ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં જોવા મળ્યો હતો, જે હવે WHO ના તમામ 6 ક્ષેત્રોના 44 દેશોમાં જોવા મળ્યો છે. ભારતીય વેરિએન્ટ અત્યાર સુધી 4500થી વધુ સેમ્પલમાં મળી ચૂક્યો છે. ભારતના આ નવા વેરિન્ટને વૈજ્ઞાનિક રીતે B.1.617 નામ આપવામાં આવ્યું છે. જેમાં બે પ્રકારના મ્યૂટેંશંસ છે. આ વાયરસનું તે રૂપ છે, જેના જીનોમમાં બે વાર ફેરફાર થઇ ચૂક્યા છે. ભારતમાં ફેલાઇ રહેલો ડબલ મ્યૂટેંટ વાયરસ E484Q અને L452R મળતાં બન્યો છે. તમને જણાવી દઇએ કે L452R સ્ટ્રેન અમેરિકાના કેલિફોર્નિયામાં મળી આવે છે. જ્યારે E484Q સ્ટ્રેન ભારતમાં મળી આવે છે. આ વેરિએન્ટ વધુ સંક્રમ્ક અને ઝડપથી ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ કહ્યું કે કોરોનાના B.1.617 વેરિએન્ટ ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં જોવા મળ્યો હતો, જે હવે WHO ના તમામ 6 ક્ષેત્રોના 44 દેશોમાં જોવા મળ્યો છે. ભારતીય વેરિએન્ટ અત્યાર સુધી 4500થી વધુ સેમ્પલમાં મળી ચૂક્યો છે.