જમ્મુ-કશ્મિર-

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં સેનાનો એક અધિકારી ઘાયલ થયો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળતાં સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના પટ્ટન વિસ્તારના યેદીપોરામાં ઘેરોબંધી કાર્યવાહી શરૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે બારામુલાના યેદિપોરા પટ્ટનમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી સેનાને મળી હતી. જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કર્યુ હતુ. હાલ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ભીષણ ફાયરિંગ ચાલી રહી છે.અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે આ વિસ્તારમાં બેથી ત્રણ આંતકવાદીઓ છુપાયેલા છે. કશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આતકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. નોંધપાત્ર છે કે ઓપરેશન ઓલઆઉટના કારણે સુરક્ષા દળો હાલ આંતકીઓનો સફાયો કરી રહ્યા છે. એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન યથાવત છે. ત્યારે તમામ આંતકવાદીઓમાં એક ડરનો માહોલ પેદા થયો છે.