જમ્મુ કશ્મીર-

સહિતનાં પૂરા ખીણ વિસ્તારમાં હાલ પાકિસ્તાન પ્રેરીત આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે ટાપીને બેઠા છે. પાકિસ્તાનની સેના અને ISI પણ આતંકીઓને ઘૂસવાનો મોકો મળે તે માટે વારંવાર PoK અને LoC પર ફાયરિંગ કરી સીઝફાયરનું ઉલ્લંધન કરી રહી છે. શિયાળાની ઠંડી – હિમવર્ષા અને પાકિસ્તાન તરફથી થતા ફાયરિંગનો લાભ લઇ અનેક આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરે જ છે, જો કે, સેનાની સતર્કતાનાં કારણે મોટા ભાગનાં પ્રયાસો નિષ્ફળ રહે છે, પરંતુ તો પણ અનેક આંતકી તકનો લાભ લઇ ભરાતમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહે છે. બસ આજ કારણ છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ છાસવારે થતા રહે છે અને આવા આતંકી હુમલા ખાળવા સેના સતત સર્ચ ઓપરેશન ચલાવતી રહે છે. આવા જ એક સર્ચ ઓપરેશનમાં જમ્મુ કશ્મીરના પુલવામાં જીલ્લાના એક મદ્રેસામાંથી આતંકીની ધરપકડ કરવામાં આવી છે. જી હા, મદ્રેસામાંથી સેના દ્વારા આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો છે.  જમ્મુ કશ્મીરના પુલવામાં જીલ્લાની એક મદ્રેસા કે આસપાસના વિસ્તારમાં આતંકીઓ છુપાયો હોવાની બાતમીના આધારે સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સેના અને પોલીસ દ્વારા સર્ચ ઓપેશનમાં મદ્રેસામાંથી છુપાયેલો આતંકી ઝડપાયો છે. સેના અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરીને સેનાના જવાનોએ આતંકીને દબોચી લીધો છે. ઝડપાયેલ કેટલીય ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો પણ સામે આવી રહ્યો છે.