રાજકોટ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન દ્વારા એક સર્ક્‌યુલર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો હોવાથી સીધી અસર દરેક ક્ષેત્રને ઉપયોગમાં આવતી આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન દિન પ્રતિદિન મોંઘુ બની રહ્યું છે. તેની સાથે હવે મોંઘવારીનો ડામ લોકોને દઝાડી રહ્યો છે. ટેક્સટાઇલ પ્રિન્ટીંગ ઉદ્યોગમાં વપરાતા કાપડ કલર કેમિકલ, ગેસ, કોલસો, કોસ્ટીક તેમજ કાચામાલમાં ઝીંકાયેલા ભાવ વધારાના પગલે જેતપુર નવાગઢનાં ટેક્સટાઈલ પ્રિન્ટીંગ એકમો દ્વારા કારખાનાઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તાત્કાલિક અસરથી પ્રિન્ટીંગના ભાવમાં ૨૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પ્રિન્ટીંગ એકમોના બોઈલરમાં વપરાતા કોલસાની કિંમતમાં ૧૦૦ ટકાનો ભાવ વધારો થયો છે. એક સમયે ૪૦૦૦ રૂપિયે પ્રતિ ટનના ભાવે મળતા કોલસાનો ભાવ હાલ ડબલ એટલે કે રૂ.૮૦૦૦ થઈ ગયો છે. તેમજ આગામી દિવાળી સુધીમાં કોલસાનો ભાવ વધીને રૂા.૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી જ રીતે કેમિકલ્સ અને ડાયના ભાવમાં પણ વધારો આવ્યો છે. આ ઉપરાંત આફ્રિકા સહિતના દેશોમાં નિકાસ માટે કન્ટેનરના ફેટ ચાર્જમાં પણ વધારો થયો છે. આ ઉદ્યોગ માટે કન્ટેનર મેળવવા મુશ્કેલ બની ગયા છે. મોંઘવારીના ડામથી આ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ટેક્સટાઇલ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગમાં વપરાતી કાપડ, કલર કેમિકલ, ગેસ, કોલસો, કોસ્ટિક સહિત કાચામાલમાં ઝીંકાયેલા કમ્મરતોડ ભાવ વધારાના પગલે આ ઉદ્યોગને વર્તમાન કોમ્પિટિશનમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ના હોદેદારો-કારોબારી સદસ્યોની એક બેઠક બોલાવવામં આવી હતી. જેમાં ચર્ચા વિચારણાના અંગે કારખાનાઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જેતપુર નવાગઢના ટેક્સટાઈલ પ્રિન્ટીંગ એકમો દ્વારા પ્રિન્ટીંગના ભાવમાં ૨૦ ટકાનો વધારો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ અંગે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ના સેક્રેટરી ચેતનભાઈ જાેગીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં હજુ પણ જાે ભાવ વધારાની સ્થિતિ યથાવત રહેશે તો ટેક્સટાઈલ ઉદ્યોગ બંધ રાખવાની નોબત આવશે.