મુંબઇ- 

ડ્રગ્સ મામલે NCBની ધર્મા પ્રોડક્શનના 2 લોકોની પૂછપરછ દરમિયાન કરણ જોહરે આ વિશે ચોખવટ કરી છે. તેણે ટ્વીટ કરીને સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે હું ક્યારેય ડ્રગ્સ લેતો નથી અને એને પ્રમોટ પણ કરતો નથી. મારા પરિવાર, મિત્રો અને ધર્મા પ્રોડક્શન વિશે જે પણ વાતો થઈ રહી છે એ બધી બકવાસ છે.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ કરણની ધર્મા પ્રોડક્શનના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદને કસ્ટડીમાં લઈને છેલ્લા 20 કલાકથી પૂછપરછ કરી રહી છે. ક્ષિતિજના ઘરે શુક્રવારે NCBએ દરોડા પણ પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેના ઘરેથી પણ ડ્રગ્સ મળ્યું છે. NCB આજે ક્ષિતિજની ધરપકડ કરી શકે છે.