મુંબઇઃ

સ્વર્ગસ્થ એક્ટર સુશાંતસિંહ રાજપૂતનો આજે 21મી જાન્યુઆરીના રોજ બર્થડે છે. જો આજે તે જીવતો હો તો 35મો બર્થડે સેલિબ્રેટ કરતો. તેનો જન્મ બિહારમાં વર્ષ 1986માં થયો હતો. એની આત્મહત્યાથી તેના ચાલકો અને તેનો પરિવાર આઘાતમાંથી બહાર શક્યો નથી. 

સુશાંત સિંહ રાજપૂતને દુનિયા છોડ્યાના 7 મહિનાઓ થઇ ગયા છે પરંતુ ફેન્સના દિલમાં તેમની યાદ આજે પણ તાજા છે. આજે સુશાંતનો જન્મ દિવસનો ખાસ અવસર છે આમતો ફેન્સ એમને દરરોજ યાદ કરે છે. એક્ટરની મોત પર ફેન્સ પહેલા દિવસથી ઈંસાફની માંગ કરી રહ્યા છે અને આજે પણ પોતાની વાત પર અડગ છે. 


 સુશાંતની મોટી બહેન શ્વેતા કિર્તીસિંહ સતત પોતાના ભાઇ વિશે પોસ્ટ કરતી રહે છે ને તેને ન્યાય મળે તેની વાત કરી છે. આજે સ્વર્ગસ્થ ભાઇને યાદ કરીને તેણે ભાવુક પોસ્ટ લખી છે. શ્વેતાએ પોસ્ટમાં લખ્યુ છે - લવ યુ આઇ, તમે મારો હિસ્સો છો અને અને હંમેશા રહેશો. શ્વેતાએ #SushantDay હેશટેક કર્યો છે, સોશિયલ મીડિયામાં આ જ હેશટેગની સાથે તેની માટે પોસ્ટ કરી રહી છે. 

દુનિયાભરના ફેન્સ ટ્વીટ કરી તેમને યાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, પાછા આવી જાઓ આ દુનિયાને તમારી જરૂરત છે. એક અન્ય યુઝરે ફેન્સ દ્વારા બનાવવામાં આવેલ મ્યુઝિકલ ટ્રીબ્યુનલ વિડીયો શેર કર્યો છે. એક યુઝરે લખ્યું- 21 જાન્યુઆરી.બોલીવુડના ઇતિહાસમાં કોઈ પણ એકત્રના બર્થડે પર આટલી ઉત્સુકતા નથી જોઈ . સુશાંત સિંહ રાજપુર બર્થડે 21 જાન્યુઆરી રેકોર્ડ બ્રેક થવાનું છે. એક અન્ય યુઝરે લખ્યું, હંમેશા પ્રેરિત કરતા રહેવા માટે આભાર @itsSSR #SushantSinghRajput #SushantBirthdayCelebration 

34 વર્ષીય સુશાંત ગયા વર્ષે 14 જૂનના રોજ પોતાના ફેલેટમાં ફંદા પર લટકેલા મળ્યા હતા.આ ઘટનામાં દેશને શોકમાં નાખી દીધો હતો. ફેન્સ ત્યારથી લઇ હજુ પણ સુશાંત માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. જો કે આ કેસમાં સીબીઆઈ, ઇડી અને એનસીબી જેવી દેશની મોટી બેંકો તપાસ કરી રહી છે. પર હજુ કોઈ નિષ્કર્ષ જવાબ મળ્યો નથી.