દહેરાદૂન-

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે આગામી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં કર્નલ અજય કોઠિયાલને આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવશે. અરવિંદ કેજરીવાલે મંગળવારે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનની મુલાકાત લઈને આ જાહેરાત કરી હતી. અજય કોઠિયાલને આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું, “ઉત્તરાખંડના લોકોને આવા દેશભક્તની જરૂર છે જે પોતાના જીવનની પરવા કર્યા વગર પોતાનું આખું શરીર અને સંપત્તિ લગાવીને ઉત્તરાખંડના વિકાસ વિશે વિચારી શકે.”

અરવિંદ કેજરીવાલે કહ્યું કે “ઉત્તરાખંડને વિશ્વના હિન્દુઓની આધ્યાત્મિક રાજધાની બનાવવામાં આવશે. જાે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો આવનારા લોકોની સંખ્યા કરતા ૧૦ ગણા વધુ લોકો મુલાકાત લેવા આવશે. આનાથી લોકોને રોજગારી મળશે. દિલ્હી દેશની વહીવટી રાજધાની હશે, ઉત્તરાખંડ વિશ્વના હિન્દુઓની આધ્યાત્મિક રાજધાની હશે.જણાવી દઈએ કે, અગાઉ જ્યારે અરવિંદ કેજરીવાલ દહેરાદૂન આવ્યા ત્યારે તેમણે ઉત્તરાખંડના લોકોને ૩૦૦ યુનિટ વીજળી મફત આપવાનું વચન આપ્યું હતું, આ વખતે પણ અપેક્ષા હતી કે તેઓ મોટી ચૂંટણીની જાહેરાત કરી શકે છે.

કેજરીવાલે કહ્યું કે અમે સર્વેમાંથી લોકોને કર્નલ કોટિયાલની ઉમેદવારી વિશે પૂછ્યું. કેજરીવાલે કહ્યું કે લોકોએ કહ્યું કે હવે અમને દેશભક્ત સૈનિકો જાેઈએ છે. તેથી જ અમે કર્નલ અજય કોટિયાલને સીએમ ઉમેદવાર બનાવ્યા છે. ઉત્તરાખંડના લોકોએ આ ર્નિણય લીધો છે. કેજરીવાલે કહ્યું કે અજય કોટિયાલે સેનામાં રહીને દેશની સેવા કરી, જ્યારે ઉત્તરાખંડના કેટલાક નેતાઓ ઉત્તરાખંડના લોકોને લૂંટી રહ્યા હતા, ત્યારે આ વ્યક્તિ સરહદ પર સુરક્ષામાં વ્યસ્ત હતા.કેજરીવાલે કહ્યું કે થોડા વર્ષો પહેલા કેદારનાથ પર દુર્ઘટના સર્જાઈ હતી, પછી આ વ્યક્તિએ કેદારનાથનું પુનઃનિર્માણ કર્યું હતું, હવે તેમણે ઉત્તરાખંડના નવનિર્માણની પહેલ કરી છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડને દેવ ભૂમિ કહેવામાં આવે છે, હિન્દુઓ માટે ઘણા તીર્થસ્થળો છે, વિશ્વભરના હિન્દુઓ આદર સાથે અહીં આવે છે, તેમની સાથે મળીને અમે ઉત્તરાખંડને સમગ્ર વિશ્વની આધ્યાત્મિક રાજધાની બનાવીશું.