મુંબઇ-

શુક્રવારે મેટ્રોપોલિટન મુંબઇના માનખુર્દ વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં ભારે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના 19 વાહનોને મોકલવામાં આવ્યા છે. આગને કારણે હજુ સુધી કોઈના મોત અથવા ઈજાની જાણ થઈ નથી. વિઝ્યુઅલ્સમાં બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોઇ શકાય છે. ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટના બપોરના સમયે થઇ હતી. ભંગારની સામગ્રી વેરહાઉસમાં રાખવામાં આવી હતી. અત્યારે આગના કારણોની જાણકારી મળી શકી નથી.વિગત માહિતીની રાહ જોવામાં આવી છે.