નર્મદા-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાની મુલાકાત લેવા આવેલા પીએ મોદીએ સરદાર પટેલને ભાવપૂર્ણ શ્રંદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ભાગ લઈ વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ પર પરેડનો સ્પેશ્યલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલના યોગદાન અંગે વાત કરી હતી. સરોવર ડેમ સાથે જોડાયેલ આ નિર્માણ નવા ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું છે. સમગ્ર દુનિયાના ટુરિઝમ મેપ પર કેવડિયાનું સ્થાન હશે. આજે સી પ્લેન સેવા પણ શરૂ થશે. જે ગુજરાતને ટુરિસ્ટ તરીકે એક અલગ ઓળખ અપાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ પર પરેડનો સ્પેશ્યલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલના યોગદાન અંગે વાત કરી હતી.