વડોદરા : સાપ્તાહિક અખબાર ચલાવીને રીતસરનો બ્લેકમેઈલિંગ તેમજ ખંડણીનો ધંધો કરતો હોવાનો આરોપ ધરાવનાર અને અગાઉ આવા કરતૂતો હેઠળ અનેકવાર જેલવાસ ભોગવી આવેલ નામચીન કિશન રાજપૂતને ફતેગંજપોલીસે ઝડપીપાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ ખાતેની એક મહિલાનેપત્રકાર બનાવવાની લાલચ આપી રૂ. ૧ લાખની છેતરપિંડીની ફરિયાદના આધારેપોલીસે આજે સવારે જ તેને ઝડપીપાડ્યો હતો.   

આણંદ જિલ્લાના બાકરોલ ગામે રહેતા હેમાબેન હરીશભાઈ નરસંઘાણીએ ફતેગંજપોલીસમથકે નોદનહાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-૨૦૨૦ માં અમારી સોસાયટીના મિલન માછી, વિક્કી રબારીની સાથે અમોએ તબેલો કરવા માટે દસ લાખ રૂપિયા આપ્યા હતા તથા અમિત ભોઇએ તેનુ મકાન બનાવવા માટે અમારીપાસેથીપાચ લાખ રૂપીયા લઈનેપરત કરતા ન હતા. જેથી અમે તેઓની વિરુધ્ધમાં ડી.એસ.પી ઓફીસ, આણંદ ખાતે અરજી કરેલ હતી. જેના આધારે વિધ્યાનગરપોલીસ સ્ટેશન ગુનો દાખલ થયો હતો. જેની જાણ વડોદરા શહેરમાં “સત્યના શિખરે” નામથી સાપ્તાહિક ન્યુઝપેપર ચલાવતા કિશનભાઇ ભોલાભાઇ રાજપુતને થતા તેઓએ ફેબ્રુઆરી-૨૦૨૦માં ફોન કરી જણાવેલ કે, તેઓ ઉપરોક્ત ફરીયાદના આરોપીઓપાસેથીપૈસાપરત અપાવી દેશે તેમ જણાવી તેમની નિઝામપુરા, ડીલક્ષ ચાર રસ્તાપાસે આવેલ અર્પણ કોમ્પ્લેક્ષ ખાતેની ઓફીસે આવવા જણાવ્યું હતું. જેથી તા.૩૧ ઓગષ્ટના બપોરે તેમની ઓફીસે હુ, મારા માનેલા ભાઇ રાજેન્દ્રભાઇ નટવરભાઇપટેલ તથા મારોપુત્ર ચીરાગ ગયા હતા અને તેમની ઓફીસ જાેઇને અમોને તેઓ “સત્યના શિખરે” નામના સાપ્તાહિક ન્યુઝપેપરના તંત્રી છે. તેવોપાકો વિશ્વાસ અને ભરોસો થયો હતો. તેમણે મનેપત્રકારનુ આઇકાર્ડ બનાવી આપશે જેનાથી સરકારી તંત્રનાઅધિકારીઓ/કર્મચારીઓ ડરશે અનેપૈસાપણ આપશે જાે આવુ આઇકાર્ડ બનાવવુ હોય તો મને રૂપીયા૧૫ હજાર આપવાપડશે તેમ જણાવ્યું હતું. જેથીપુત્ર તથા રાજેન્દ્રભાઇની હાજરીમાં ૧૫ હજાર રોકડા આપ્યા હતા. જે બાદ તેઓએ મને “સત્યના શિખરે” નુ મારા નામનુ પ્રેસ રીપોર્ટરનુ આઇકાર્ડ બનાવી આપેલ અને મને જણાવેલ કે, આજથી તમારે પ્રેસ રીપોર્ટર તરીકે નોકરી કરવાની છે. અને તેના બદલામાં તમને કોઇપગાર આપવામા આવશે નહિ, તમારે ફક્તપોલીસવાળાનાપૈસા ઉઘરાવતા તેમજ રેવન્યુ ખાતાઓના અધિકારીઓ અને કર્મચારીઓના ગેર-વહિવટોના વિડીઓ ઉતારીને મોકલી આપવા જેનાપરથી તોડપાણી કરીને તેના કમિશનપેટે ૨૦% રૂપીયા તમને આપીશ તેમ જણાવેલ હતુ. ત્યારબાદ મને જીલ્લા ચીફ બ્યુરો ખુબજ રૂપીયા કમાય છે અને તમે જીલ્લાના બ્યુરો ચીફ બનો તો તમારી વિધ્યાનગર ખાતેના ગુનાનો ડી.એસ.પી આણંદને મળીને નિકાલ કરાવીનેપુરેપુરા રૂપીયાપાછા અપાવી દેવાનોપાકો ભરોસો આપી આણંદ જીલ્લાના બ્યુરો ચીફ બનવા માટે ઓફર કરી રૂપીયા એક લાખ આપવા જણાવ્યું હતું. જેથી તેમની લોભામણી ઓફરના વિશ્વાસમા આવીને તેઓના જણાવ્યા મુજબ તેમના ખાતમાંથી અલગ-અલગ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી તેમણે જણાવેલ એકાઉન્ટમાં રૂપીયા ૧,૦૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. બાદમા મને મારા ઉપરોક્ત કેસમા ફસાયેલપૈસાપરત નહિ મળતા મે કિશનભાઇપાસે અવાર નવાર તેમની ઓફીસે જઈ મારાપૈસા કઢાવી આપવા જણાવતા તેઓ ગુસ્સે થઈ મને જણાવેલ કે, તમેપોલીસમાં કેસ કર્યો છે. તો કેસનો કોર્ટમા નિકાલ આવે તે પ્રમાણે જપૈસા મળશે, જેથી બ્યુરો ચીફ બનવા આપેલપૈસાપરત માંગતા તેઓએપૈસાપરત આપવાની નાપાડેલી જેથી મે અલગ અલગ જગ્યાએ આ કિશનભાઇ વિરુધ્ધમાં અરજીઓ આપી હતી. જેથી કિશનભાઇએ જણાવેલ કે, તેપોલીસમા અરજી આપી છે તોપોલીસપાસેથી તારાપૈસા લઈ લેજે તેમ જણાવી આજદીન સુધીપરત નહિ આપી મારી સાથે વિશ્વાસધાત અને છેતરપિંડી કરી હતી.હેમાબેને નોંધાવેલી ફરિયાદના આધારેપોલીસે આજે સવારે જ કિશન રાજપૂતને તેની કથિત ઓફિસમાંથી ઝડપીપાડ્યો હતો અને કોર્ટમાં રજુ કરતા અગાઉ કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો.