રાજકોટ, મ્યુનિ. કોર્પોરેશનમાં કોરોના મૃત્યુનું સતાવાર કારણ પ્રમાણીત કરતા સર્ટીફીકેટ ઇસ્યુ કરવા માટે ફોર્મનું વિતરણ શરૂ થતા ત્રણ દિવસથી સીવીક સેન્ટરમાં લાઇન લાગી રહી છે. આજે પણ ફોર્મ લેવા અને ભરવા ભીડ વચ્ચે લાઇન કરાવીને ફોર્મ આપવા પડયા હતા. ત્રણ દિવસમાં ૫૦૦ ફોર્મ ઉપડયા છે અને ૩૦૦ જમા થયા છે ત્યારે આ આંકડો ખુબ ઉપર જવાની સંભાવના છે. બુધવારના રોજ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે પરિવારો માટે માર્ગદર્શન જાહેર કરીને તમામ લોકોને ફોર્મ મળી જશે તેવું કહ્યું છે. બીજી તરફ ુ ૨૦૨૧ના વર્ષમાં અગાઉના વર્ષ કરતા દોઢ ગણાથી વધુ મૃત્યુ કોવિડ વેવ દરમ્યાન નવેમ્બર મહિના સુધીમાં નોંધાયા છે. ૨૦૨૦માં મનપામાં ૧૮ હજાર મરણ નોંધ ચડી હતી. ૨૦૨૧માં જયારે કોરોના ખુબ જીવલેણ બન્યો ત્યારે નવેમ્બર સુધીમાં જ ૩પ હજાર નોંધ થઇ ગયાનું જાણવા મળ્યું છે. જાેકે તેમાં અડધાથી વધુ કુદરતી અવસાન પણ છે.કોર્પોરેશને તો આજ સુધીમાં ૪૫૮ કોવિડ ડેથ જાહેર કર્યા છે. આ સંજાેગોમાં કમ સે કમ ૨૦ હજાર અરજી આવે તેવી ધારણા છે. જાેકે મનપા સર્ટીફીકેટ આપે તે બાદ સહાયની તમામ કાર્યવાહી કલેકટર કચેરી ખાતે થવાની છે. પરંતુ હાલ સીવીક સેન્ટરમાંથી વિનામૂલ્યે સાદા ફોર્મ લેવા માટે લોકોની લાઇન લાગે છે તેના બદલે આવા ફોર્મ ઓનલાઇન મુકી દેવા જાેઇએ તેવો મત પણ વ્યકત થયો છે. તાજેતરમાં રાજય સરકાર દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યક્તિ માટે રૂ.૫૦૦૦૦ની સહાય આપવાનું જાહેર કરવામાં આવેલ છે. આ માટે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા જણાવેલ છે કે, તંત્ર દ્વારા કોવિડ-૧૯ની મહામારીમાં અવસાન પામેલ લોકોને સહાય મેળવવા માટે મરણના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે જેના માટે કોવિડ-૧૯ની સહાય મેળવવા માટે અરજી સાથે રજુ કરવાના થતા મૃત્યુનું કારણ (એમસીસીડી) મેળવવા અરજદારે જન્મ-મરણ વિભાગમાં પરિશિષ્ટ-૧ મુજબનું ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ સાથે અરજદારે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ છે તે અને સાથે અરજદાર અને મૃતકનાં ફોટો આઈડી ક્યા ક્યા? જેમકે, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ વિગેરેમાંથી કોઈપણ રજુ કરવાનું રહે છે. મૃતકના સ્વજનને મૃત્યુની નોંધણી સમયે ડોકટર તરફથી રજુ કરવામાં આવેલ મરણ અંગેનું પ્રમાણપત્ર નમુનો ફોર્મનં-૦૪ રજુ કરવાનું રહેશે. જાે કોઈ મૃતકના મૃત્યુ નોંધણી સમયે કોઈ પણ પ્રકારના મૃત્યુ કારણદર્શક ફોર્મ રજુ કરવામાં આવેલ ન હોઈ તેવા કિસ્સામાં સરકારના ઠરાવ મુજબ પરિશિષ્ટ-૨ મુજબ અપ્રાપ્ય પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. જે પણ ઉપરોકત ઝોન વાઈઝ આપવામાં આવશે.