નાંદરવા : નાંદરવા વણકર સમાજના સ્મશાનના અભાવે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે તંત્રને રજુઆત છતા તંત્ર સાંભળતુ નથી અને ચોમાસામાં વરસાદ ના ભય વચ્ચે ખુલ્લામાં સ્મશાન વિધિ કરવી પડે છે. શહેરા તાલુકાના નાંદરવા ગામમાં વણકર સમાજના ૨૦૦ ઉપરાંત લોકો વસવાટ કરે છે.આ સમાજમાં વ્યક્તિ નું અવસાન થાય ત્યારે ખોખરી ખાતે સ્મશાન વિધિ માટે લઈ જવામાં આવે છે.પરંતુ વણકર સમાજનું સ્મશાન ન હોવાના કારણે દાઘુઓને ચોમાસામાં વરસાદ ના સમયે ખુલ્લામાં સ્મશાન વિધિ કરવી પડે છે. સમાજના નાગરિકોની માગણી છે કે તેમને સ્મશાનગૂહની સુવિધા કરી આપવામાં આવે તો ચોમાસામાં વરસાદના ભય વગર દાઘુઓ સ્મશાનવિધિ કરી શકે.સંબંધિત તંત્ર દ્વારા નોંધ લેવામાં આવે અને વહેલી તકે સ્મશાન ઘર બનાવવામાં આવે તેવી માંગ છે.