વડોદરા, તા. ૨૨

હાલ ગુજરાતમા વિધાનસભાની ચુટણીનો માહોલ ચાલી રહયો છે ત્યારે ગુજરાતમા દારુની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય થયા છે. જાેકે પોલીસ શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરવામા આવતી હોય છે છતા પણ બુટલેગરો શહેરમાં દારુની રેલમછેલ તો કરે છે.ગુજરાતમા ફકત કાગળ પર જ નાકા બંધી છે. જયારે મોડી રાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ગાંધીધામ-કચ્છમા લઇ જવાતો વિદેશી દારુ ઝડપી પાડયો હતો.

જે રીતે હાલ ગુજરાતમાં જે રીતે વિધાનસભાની ચુટણી ચાલી રહી છે તે રીતે બુટલેગરો પણ સક્રીય થવા પામ્યા છે. વડોદરા પોલીસ દ્વારા નાકાબંધી કરવામા આવતી હોય છે છતા પણ દારુતો શહેરમા ઘુસતો હોય છે તેજ રીતે મોડી રાત્રે વડોદરા જીલ્લા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હાલોલ-વડોદરા રોડ પર પેટ્રોલિંગમાં હતા તે સમયે બાતમી વાળી ટ્રક આવતા તેને અટાવતા તેમાંથી ૯૮૫ પેટી અને મોબાઇલ ફોન, ટ્રક અને દારુના જથ્થો મળી કુલ રુપીયા ૬૯,૨૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જયારે ગાધીધામ-કચ્છ ખાતે જે ટ્રકમાં દારુ લઇ જવાતો હતો તે ટ્રકમાં બે ટ્રક ડ્રાઇવરની ઘરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જયારે ઝડપાયેલા બે ટ્રક ડ્રાઇવરની કડકાઇથી પુછપરછ કરતા આ દારુનો જથ્થો હરિયાણાના રાજુ જાટે ભારાવ્યો હતો અને ટ્રકમાં ગાંધીધામ -કચ્છ ખાતે લઇ જઇને રાજુ જાટને ફોન કર્યા બાદ તેઓ જગ્યા બતાવવાના હતા તે જગ્યા પર આ દારુનો જથ્થો પહોચાડવાનો હતો. આમ આ બનાવની જરોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.