વાઘોડિયા,તા.૨૦

વાઘોડિયા જીઆઇડીસી માં આવેલ પ્લોટ નં.૧૦૧૨ માં આર.કે.ટ્રેડર્સનામની કંપનીમાં મોડી રાતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી.

વાઘોડિયા જીઆઈડીસી માં ગત રાતે એક વાગ્યાનીઆસપાસ પ્લોટ નં.૧૦૧૨મા આર.કે.ટ્રેડર્સ નામની પ્લાસ્ટીકનુ રિસાઈકલીંગ કરતી કંપનીમા અચાનક આગ લાગી હતી. શોર્ટ સર્કીટના કારણે કંપનીના પ્લોટમા વિજગુલ થતા કંપનીમા કામકરતા અજયસીંગનામના ઓપરેટરે કંપનીના પાછળના ભાગે રાખેલ પ્લાસ્ટીકના રો મટેરીયલ્સમા આગ ના ઘુમાડા દેખાતા કંપની માલીક મ્રિનાલભાઈ રાજમોહન દેવનાથ (૬૪) રહે. સમર્પણ પાર્ક એ/૧૪૬જુના બાપોદ જકાતનાકા, વાઘોડિયા રોડ વડોદરાને ફોનથી જાણ કરી હતી. જેથી કંપની માલિક નો મોટો પુત્ર નિલેશ અને તેની તાત્કાલિક વાઘોડિયા જીઆઇડીસી ખાતે નીકળી પડ્યા હતા અને રસ્તામાંજ વડોદરા ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ કારી આપતા ફાયર બ્રીગેડે વાઘોડિયા ગેલ ઇન્ડિયા કંપનીને જાણ કરી હતી. જેથી ગેલ ઈન્ડીયા વાઘોડિયા અને અપોલો ટાયરના બે ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો.અને માત્ર ૧૦ થી ૧૫ મીનીટમાંજ આગપર પાણીનો મારો શરુ કર્યો હતો.

આગ લાગવાની જાણ વાઘોડિયા પોલીસને કરતા વાઘોડિયા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.આગપર અગ્નીશામકના દળોએ સતત બે કલાક પાણીનો મારો ચલાવતા આગ મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ આગકાબુમા આવી ગઈ હતી.કંપનીમા આજરોજ દિવસે તપાસ કરતા સ્ટોરમા રાખેલ કાચોમાલ, તૈયાર માલ તથા એક્ષટ્રૂડર અને એગ્લો મશીનનરી બળીન ખાક થતા આશરે ૧૫ લાખસુઘીનુ નુકશાન કંપનીને થયુ હોવાનુ ફરીઆદ કરવા આવેલ કંપની માલીકના પુત્રો પાસેથી જાણવા મળ્યુુ હતુ.

ત્યારે વાઘોડિયા જીઆઈડીસીમા કંપનીઓમા ફાયરસેફ્ટીને લઈ કેવી સુવીઘ્યા છે. તે સેફ્ટી વિભાગ ધ્વારાતપાસ કરેતો ચોક્કસ જાણવા મડી શકે છે.