વડોદરા : દિવાળી પર્વે જ મહીસાગર નદી પ્રદૂષિત બની છે. પાદરા તાલુકાના ડબકા, મુજપુર સહિત ગામે નદીમાં કેમિકલના થર જાહેલા જાેવા મળી રહ્યા છે. દરિયામાં ભરતીના કારણે કે મિનિ નદીમાં રાત્રિના સમયે છોડવામાં આવેલા કેમિકલથી નદીના પાણી પ્રદૂષિત થયાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પર્યાવરણવિદ્‌ દ્વારા આ અંગેની જાણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરતાં અધિકારી સ્થળ પર દોડી ગયા હતા અને પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. 

વડોદરા અને આસપાસના ગામોમાં એટલે કે નંદેસરીથી સાંસરોદ સુધી પપ.૬ કિ.મી. એફયુઅન્ટ ચેનલ નાખવામાં આવી છે જે ઈન્ડસ્ટ્રીઝનું કેમિકલયુક્ત પાણી લઈ જાય છે. પરંતુ આ ચેનલ દરિયામાં ઊંડે નાખવામાં આવી નહીં હોવાથી અનેક વખત દરિયામાં ભરતી આવે છે. ત્યારે આ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નદીમાં છેક સિંધરોટ સુધી આવી જતાં હોય છે.આજે સવારે પર્યાવરણવિદ્‌ રોહિત પ્રજાપતિ અને તેમના સહયોગીઓએ પાદરા તાલુકાના ડબકા અને મુજપુર, ગંભીરા બ્રિજથી મહીસાગર નદી જાેતાં અડધી નદીમાં ફોર્મ જેવો પદાર્થ જાેઈને ચોંકી ગયા હતા. તેમણે આ અંગેની જાણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એફયુઅન્ટ ચેનલનો વાય પોઈન્ટ સાંસરોદ ગામ પાસે દરિયામાં છે તે ખરેખર દરિયામાં ઊંડે હોવો જાેઈએ, જેથી કદાચ દરિયામાં ભરતી સમયે આ ફોર્મ આવી ગયો હોય કે રાત્રિના સમયે મિનિ નદીમાં કોઈએ કેમિકલયુક્ત પદાર્થ છોડયો હોય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

બપોરે જીપીસીબીના રિજિયોનલ ઓફિસરે મહીસાગર નદીની મુલાકાત લઈને આ ગંભીર હોવાનું જણાવી પાણીના સેમ્પલો લીધા હતા. પર્યાવરણવિદ્‌ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે એફયુઅન્ટ ચેનલ તે મહીસાગરની એફયુરીમાં નાખવામાં આવી છે. ત્યાં આ ચેનલ ડમ્પ કરે છે. મહીસાગર નદીકાંઠે ૨૪ ગામો આવેલા છે. આ ગામોમાં ખેતી મોટા પ્રમાણમાં થાય છે પરંતુ કેમિકલના કારણે મોટાભાગના ગામોમાં જમીનના પાણી પણ પ્રદૂષિત થયા છે.

સાંસરોદથી ચોકારી-ડબકા ૧પ કિ.મી. દૂર છે અને ત્યાંથી ૧૦-૧૨ કિ.મી. દૂર ઉમરાયા, મુજપુર વગેરે ગામો આવેલા છે. અનેક વખત આ પ્રદૂષિત પાણી સિંધરોટ સુધી આવી જતાં હોવાનું તેમણે જણાવ્યું હતું.