રાજકોટ, રાજકોટવાસીઓએ કદાચ ક્યારેય ન જાેયું હોય તેવું ‘હોરર’ સ્વરૂપ ગતરાત્રે આકાશમાં વાદળોનું જાેવા મળ્યું છે. રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યા આસપાસ આકાશમાં જાણે કે વાદળો વચ્ચે અફડાતફડી મચી ગઈ હોય તેવી રીતે ભારે ગડગડાટ સાંભળવા મળતાં મીઠી નિદ્રા માણી રહેલા લોકો સફાળા જાગી ઉઠ્‌યા હતા.આ પછીની થોડી જ મિનિટોમાં ભારે વરસાદ શરૂ થઈ જતાં લોકોની ઉંઘ ઉડી ગઈ હતી. વરસાદની સાથે સાથે વાદળોની ગર્જના યથાવત રહેતાં મોડીરાત્રે જાણે કે ભયાવહ માહોલ છવાઈ જવા પામ્યો હતો. દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યા સુધીમાં રાજકોટમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળી રહ્યું હતો. આ પછી બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાથી ફરી વરસાદ શરૂ થતાં બપોરે ૨ વાગ્યા સુધીમાં વધુ દોઢ ઈંચ વરસાદ પડી જતાં છ કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.આ સાથે જ શહેરમાં મોસમનું કુલ ૫૨ ઈંચ પાણી પડી ગયાનું ફાયરબ્રિગેડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં આમ તો રાત્રે ૧૨ વાગ્યાથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો જે સવારે ૬ વાગ્યા સુધી યથાવત રહ્યો હતો. ફાયરબ્રિગેડમાં નોંધાયા મુજબ સવારે ૬ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં પોણા ચાર ઈંચ (૮૯ મીમી), વેસ્ટ ઝોનમાં પોણા ચાર ઈંચ (૯૦ મીમી) અને ઈસ્ટ ઝોનમાં ચાર ઈંચ (૧૦૬ મીમી) વરસાદ નોંધાયો હતો.જ્યારે પાંચ વાગ્યાથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને આજે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે ફરી ધમાકેદાર એન્ટ્રી કરતાં બપોરે ૨ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં એક ઈંચ (૨૪ મીમી), વેસ્ટ ઝોનમાં સવા ઈંચ (૩૪ મીમી) અને ઈસ્ટ ઝોનમાં એક ઈંચ (૨૧ મીમી) વરસાદ નોંધાતાં ૬ કલાકના સમયમાં સેન્ટ્રલ ઝોનમાં પોણા પાંચ ઈંચ (૧૧૩ મીમી), વેસ્ટ ઝોનમાં પાંચ ઈંચ (૧૨૪ મીમી) અને ઈસ્ટ ઝોનમાં પાંચ ઈંચ (૧૨૭ મીમી) વરસાદ નોંધાયો છે.જ્યારે મોસમના વરસાદ પર નજર કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં ૫૨ ઈંચ (૧૨૯૬ મીમી) પડ્યું છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં ૫૧ ઈંચ (૧૨૭૫ મીમી) અને ઈસ્ટ ઝોનમાં ૫૦ ઈંચ (૧૨૩૪ મીમી) પાણી પડ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બીજી બાજુ વરસાદ અને વાદળોના આટલું રૌદ્ર સ્વરૂપ જાેઈને ઘરમાં રહેલા લોકો સફાળા જાગી ગયા હતા અને કોઈ મોટી ખાનાખરાબી ન સર્જાય તે માટે અનેક ઘરોમાં પ્રાર્થનાઓ અને દુઆઓ શરૂ થઈ ગઈ હતી. રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યા આસપાસ મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કરતાં જાગી ગયેલા લોકો જ્યાં સુધી વરસાદે વિરામ ન લીધો ત્યાં સુધી સૂતાં નહોતા. જાે કે વહેલી સવારે વરસાદ રોકાઈ જતાં રાહતનો શ્વાસ લીધો હતો.મંગળવારનો આખો દિવસ મિશ્ર વાતાવરણ રહ્યા બાદ રાજકોટમાં મોડીરાત્રે એકાદ વાગ્યા આસપાસ આકાશમાં ‘વીજતાંડવ’ શરૂ થયું હોય તેવી રીતે વાદળોના ભારે ગડગડાટ વચ્ચે ભારે વરસાદ પડી જતાં મીઠી નિંદ્રા માણી રહેલા લોકો સફાળા જાગી ઉઠ્‌યા હતા. અંદાજે ચારેક કલાક સુધી ‘હોરીબલ’ મતલબ કે ડરામણું વાતાવરણ સર્જાઈ જતાં લોકોના જીવ પણ પડીકે બંધાયા હતા. જાે કે મેઘરાજાએ વિરામ લેતાં શ્વાસ હેઠા બેઠા હતા.

રાજકોટના ગોંડલ શહેર ગ્રામ્યમાં રાત્રે ધોધમાર ૪ ઇંચ વરસાદ તૂટી પડ્યો

ગાંધીનગર રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્યમાં રાત્રે ધોધમાર ૪ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ તાલુકામાં ૬.૩ ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અને મહુવામાં તાલુકામાં સૌથી વધુ અવિરત ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, મોડી રાતથી જ વરસાદે માઝા મૂકી છે. આ કારણે ગુજરાતના અનેક ડેમના દરવાજા ખોલવા પડવાની વહીવટી તંત્રને ફરજ પડી છે.જેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારના લોકો ભયમાં મૂકાયા છે.’ગુલાબ’ વાવાઝોડાની ગુજરાતમાં અસરથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર મૂકાયુ છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. તેથી રાજકોટમાં તંત્ર એલર્ટ મોડ પર મૂકાયુ છે. દ્ગડ્ઢઇહ્લ-જીડ્ઢઇહ્લની ટીમ તૈનાત કરી દેવાઈ છે. રાજકોટ ગોંડલ તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ગોંડલની ગોંડલી નદીઓ ગાડીતૂ બની છે. ગોંડલ કંટોલિયા અને વોરાકોટડા ગામના લોકોને એલર્ટ કરાયાછે અને નદીકાંઠે ન જવા સૂચના અપાઇ છે. વલસાડ જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ વલસાડ તાલુકામાં રાતના ૧૨ વાગ્યા થી ૨ વાગ્યા સુધીમાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમનું લેવલ ૭૮.૮૦ પર પહોંચી ગયુ છે. મધુબન ડેમમાં દર કલાકે ૧,૫૨,૦૮૮ પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી ૧,૦૯,૨૬૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ૮ દરવાજા ૨ મીટરે ખોલવામાં આવ્યા છે. અમરેલીના વડિયા તેમજ ઉપરવાસમાં રાત્રે વરસાદને પગલે સુરવો ડેમમાં પાણીની આવક વધી છે. જેથી વડિયાના સુરવો ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના ૩ દરવાજાઓ ૩-૩ ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી ૫૭૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણી છોડાતા વડિયા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગર અને મહુવામાં તાલુકામાં સૌથી વધુ અવિરત ૩ ઇંચ વરસાદ રાત્રિ દરમિયાન વરસી ચૂક્યો છે. રાત્રિ દરમ્યાન જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અનેક તાલુકામાં અવિરત ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, આણંદ અને રાજકોટમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના ૬ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને ૨૦ જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. ગમે તે સ્થિતિ માટે આનુષાંગિત તૈયારીઓ પણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.