કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલાં સ્વચ્છતા અભિયાન સરવેમાં ૧થી ૧૦ લાખની વસતિ ધરાવતાં શહેરોમાં આણંદ પાલિકાએ રાષ્ટ્રીય સ્તરે ૬૯મા ક્રમાંક મેળવ્યો છે. ભારત સરકાર દ્વારા કરાયેલાં સ્વચ્છતા સર્વેક્ષણમાં વસતિની દૃષ્ટિએ પાલિકા વહીવટી સંચાલન કામગીરી, સ્વચ્છ રોડ, ગટર, પીવાના પાણી ઉપરાંત જન કલ્યાણ અને સુખાકારીના કામોના ખાસ માપ દંડોમાં આણંદ નગરપાલિકા પેટલાદ જેવો દેખાવ તેની કેટેગરીમાં કરી શકી નથી! ગત વર્ષે થયેલાં ખાસ સરવેમાં સરવેની ટીમોએ મેળવેલાં રિવ્યું અને ફોટોગ્રાફી સહિતના અહેવાલો ઉપરાંત વિકાસનાં કામોનાં આધારે આણંદ પાલિકાએ ૬ હજાર માર્ક્સમાંથી ઓલ ઓવર ૩પ૦૦ માર્કસ મેળવ્યાં છે. ગત વર્ષે કરાયેલાં સરવેના આધારે ૧૭પમા સ્થાનેથી આણંદ પાલિકા આ વર્ષે સ્તર સુધારી ૬૯મા સ્થાને પહોંચી છે, છતાં પણ રાજ્યમાં ચોથું સ્થાન મેળવ્યું છે.