છોટાઉદેપુર, છોટાઉદેપુર જીલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા અને સમગ્ર જીલ્લાની પોલીસ જેમાં જીલ્લા ટ્રાફિક પોલીસ સહીત અનેક પોલીસ કુમક જાહેર માર્ગ છોટાઉદેપુર - વડોદરા હાઇવે રસ્તા ઉપર ઉતરી આવી હતી જેમાં બે દિવસમાં સરકારના એ આર ટી ઓ વિભાગ તથા ખાણખનીજ વિભાગના વિવિધ નિયમો હેઠળ ૬૨ ટ્રકોને મેમાં આપી દંડનીય કાર્યવાહી કરતા ટ્રક ચાલકોમાં નારાજગી જાેવા મળી હતી.  

ટ્રક માલિકો જણાવતા હતા કે લોક ડાઉન પછી ટ્રકોનો ધંધો માંડ ખુલ્યો છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા હજારોનો દંડનીય મેમો આપવામાં આવતા ત્ક્માટ્રક માલીકો વ્યાજે લોન ઉપર ટ્રકો લાવી ધંધો કરતા હોય હપ્તા ભરી શકાતા નથી કુટુંબ નું ગુજરાન ચલાવી શકવું અઘરું પડેછે જ્યારે પોલીસ સરકારના સૂચિત આદેશનો અમલ કરી પોતાની ફરજ નિભાવે છે. આમ સરકારના આદેશ અને કાયદા સામે પ્રજા રોજગારલક્ષી આધાર રોકડ દંડને કારણે ગુમાવી રહીછે પ્રજા જાય તો જાય ક્યા એ પણ સવાલ એક તરફછે એક તરફ યદો અને બીજીતરફ રોજગારની ઉણપ છે એમાં ટ્રક માલિકો પીસાતા જાેવા મળ્યા હતા ટ્રાફિક પોલીસ અધિકારી તડવીનો ટ્રકોને દંડનીય કાર્યવાહી કેમ કરવામાં આવી હતી.