લોકસત્તા-જનસત્તા સાથે વિશેષ વાતચીત

કિશોરવસ્થાથી યુવાની ઉંમરે પગરણ માંડતી પોતાની સંસ્થાની યુવતી પર રાત્રે બે નરાધમોએ ક્રુર બળાત્કાર ગુજાર્યાની જાણ હોવા છતાં ઓએસીસના સંચાલકો અને મેન્ટરોએ બળાત્કાર પિડીતાને માનસિક હુંફ આપવાના બદલે તેણે જાણે કોઈ ગંભીર અપરાધ કર્યો હોય તેમ તેને સજાના ભાગરૂપે રહેણાંક મકાનના હોલમાં એકલી રહેવાનો અને તેની સાથેના તમામ કોમ્પ્યુનીટી મેમ્બરોને પિડીતા સાથે બિલકુલ વાતચિત નહી કરવાનો આદેશ કરી પિડીતાને માનસિક રીતે સાવ ભાંગી પાડી દુખની ગર્તામાં ધકેલી દેવાનો ક્રુર પ્રયાસ કરાયો હોવાની ખુદ ઓએસીસના જ એક પુર્વ છાત્રએ ‘ લોકસત્તા-જનસત્તા ’ સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે. યુવકે કરેલા આવા ચોંકાવનારા ઘટસ્ફોટનું હવે એવુ પણ અર્થઘટન થઈ શકે છે કે પિડીતાએ તેની પર ગુજારવામાં આવેલા કથિત માનસિક બળાત્કારના પગલે પણ આપઘાત કર્યો હોઈ તેને ઓએસીસના સંચાલકોએ આપઘાતની દૂષ્પ્રેરણા આપી હતી.

છેલ્લા ૨૬ દિવસથી રાજ્યભરમાં ચર્ચાના ચગડોળે ચઢેલા વડોદરાની ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ કરતી યુવતી પર વેકસીનના મેદાનમાં બળાત્કાર અને ત્યારબાદ પિડીતાો વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાતનો કિસ્સો હવે રાજ્યથી હદ વટાવીને અન્ય રાજ્યોમાં પણ ચર્ચાસ્પદ બન્યો છે. મુળ સુરતના વતની અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના કામ માટે મધ્યપ્રદેશના સતનામાં રહેતા ૨૪ વર્ષીય વૈભવ પરેશભાઈ ગેલાણી હાલમાં આમ આદમી પાર્ટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિમાં ગુજરાત પ્રદેશ નેતા છે અને તે પણ આશરે પાંચેક વર્ષ અગાઉ વડોદરાની ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ કરી ચુક્યો છે. તેની સાથે બે વર્ષ અગાઉ બળાત્કાર પિડીતા પણ ફેલોશીપ કરતી હતી અને તેણે બળાત્કાર બાદ આપઘાત કર્યો હોવાની વિગતો જાણીને ભારે વ્યથિત થયેલા પિડીતા સાથે ફેલોશીપ કરી ચુકેલા વૈભવે ‘ લોકસત્તા-જનસત્તા’ સમક્ષ પેટ છુટી વાત કરી ઓએસીસ સંસ્થામાં ચાલતી અનેક ગેરરીતીઓ અને માસુમ વિદ્યાર્થીઓ પર ગુજારવામાં આવતા ત્રાસનો ઘટસ્ફોટ કર્યો છે.

વૈભવે જણાવ્યું હતું કે ‘ હું ગત ૨૦૧૮માં ઓએસીસ સંસ્થા દ્વારા ચાલતા મિશાલ ઓનરશીપ એક્સ્પલોરર્સ (એમએચઈ) કાર્યક્રમમાં સિલેક્ટ થયો હતો અને મારી સાથે ઉક્ત બળાત્કાર પિડીતા સહિત ૧૫ જેટલા વિદ્યાર્થીઓ હતા જેમાં ૬થી૭ છોકરીઓ હતી તે પણ સિલેક્ટ થઈ હતી. મારે કોલેજમાં એડમીશન લેવું હતું અને હું ટેકનોલોજીનો જાણકાર હતો એટલે મને ગોત્રી ખાતે ઓએસીસ પબ્લિકેશ હાઉસ ખાતે દિવસભર રહીને વિવિધ કામગીરી સોંપાઈ હતી. હું તો ઓએસીસ સંસ્થાના કાર્યક્રમોની વિડીઓગ્રાફી કરી તેની ક્લિપીંગ અને સમાચારોને સોશ્યલ મિડિયા અને યુટ્યુબમાં વાયલર કરવાની તેમજ ઓર્ડર કરેલા સંસ્થાની બુકસના વેચાણના હિસાબ સહીતની કામગીરી કરતો હતો પરંતું મારી સાથે ફેલોશીપ કરતા અન્ય કોમ્પ્યુનીટી મેમ્બર્સને વેલી ખાતે ખેતીકામની મજુરી કરાવાતી હતી.

સિલેકશન કેમ્પમાં સિલેક્ટ થયો ત્યારથી ટ્રેનીંગ સુધી હું અને ઉક્ત બળાત્કાર પિડીતા અમે બંને જણા સાથે જ હતા. અમને ઓએસીસીના ચેરપર્સન સંજીવ શાહ તેમજ તેમની પત્ની પ્રિતિ નાયર ઉપરાંત શીબા નાયર, ચાણોદના ઓએસીસ વેલી ખાતે પલ્લવી, ગંગોત્રી ઓફિસ ખાતે વિનીત, તેમજ પબ્લિકેશનનું કામ સંભાળતા મેહુલ સહિતના મેન્ટરો તેમજ અમારા સિનિયર અવધી, હર્ષ, શૈલેષ પણ અમને વિવિધ ટાસ્ક આપી કામ કરવાની સુચનાઓ આપતા હતા.જાેકે સંસ્થામાં રહેવાથી મારા ભવિષ્યમાં કોઈ ફાયદો નહી થાય તેવી ખાત્રી થતા તેમજ સંસ્થાના જડ નિયમોથી કંટાળીને મે તો બે મહિનામાં જ સંસ્થાનો ત્યાગ કર્યો હતો પરંતું ત્યારબાદ પણ બળાત્કાર પિડીતા સહિતના અન્ય સભ્યો મારી સાથે સંપર્કમાં હતા. મને સંસ્થામાં મારા પુર્વસભ્યો મારફત જાણ થઈ છે કે ઉક્ત યુવતીને બળાત્કાર બાદ તુરંત વૈષ્ણવીને સોંપાઈ હતી પરંતું વૈષ્ણવી જ નહી પરંતું ઓએસીસ સંસ્થાના કોઈ પણ હોદ્દેદારે આ બાબતે કોઈ જ કાર્યવાહી કરી નહોંતી. સૈાથી વધુ ચોંકાવનારી અને દુઃખદ બાબત તો એ છે કે પિડીતા પર બે નરાધરોમાં ક્રુર બળાત્કાર ગુજાર્યો હતો પરંતું આ ઘટનામાં જાણે કે પિડીતા જવાબદાર હોય તેમ તેને ગુનેગાર ઠેરવીને તેને ઓએસીસના સંચાલકોએ પિડીતા જે ફ્લેટમાં અન્ય છોકરીઓ સાથે રહેતી હતી તે તમામ છોકરીથી તેને દુર કરી હોલમાં એકલા જ રહેવાની અને રાત્રે પણ એકલી સુવવાની તેમજ કોઈ પણ છોકરા-છોકરીએ તેની સાથે બિલકુલ વાતચિત નહી કરવાની સજા ફટકારમાં આવી હતી.

જે યુવતી બિચારી ગેંગરેપનો ભોગ બની છે તે માનસિક આઘાતમાં સરી ના પડે તે માટે તેને હુંફ આપવાની અને આ ઘટનાથી તેના પરિવારજનોને માહિતીગારી કરી તેને પરિવારજનોને સોંપવાની જરૂર હતી તેવા સમયે માનવતાને નેવે મુકીને ઓએસીસના સંચાલકોએ તેને સાવ એકલી પાડી દીધી હતી. નરોધમોએ ગુજારેલા બળાત્કાર બાદ સંસ્થામાં તેની પર થઈ રહેલા આવા માનસિક બળાત્કારથી પિડીતા કેટલી હદે દુઃખની ગર્તામાં ધકેલાઈ હશે તે વિચાર કોઈ પણ પથ્થરદિલ માનવીને હચમચાવી મુકે એવો છે. સંસ્થામાં તેને માનસિક રીતે ભાંગી નાખ્યા બાદ તેણે આપઘાત કર્યો હોઈ આ બનાવમાં ઓએસીસ સંસ્થાના સંચાલકો પણ મારા મતે જવાબદાર છે.

 મારી પુત્રીનું બ્રેઈનવોશ કરી દેવાયું છે તેથી તે ઘરે પરત આવતી નથી

ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ કરતી યુવતી પર બળાત્કારની ઘટનામાં ચર્ચાની એરણે રહેલી ઓએસીસ સંસ્થાની મેન્ટર વૈષ્ણવીના પિતા પણ હવે પુત્રીના વિયોગથી વ્યથિત થઈ માધ્યમો સામે આવ્યા છે અને તેમણે હિમ્મતભેર આ કેસમાં પિડિતાને ન્યાય મળે તેમજ પોતાની પુત્રીનું બ્રેઈન વોશ કરી દેવાયું હોય તે માટે તે ઘરે પાછી ફરતી નથી તેવો પણ આક્ષેપ કર્યો છે.

નવસારીમાં રહેતા વૈષ્ણવીના પિતાએ આજે માધ્યમો સમક્ષ પિતૃહૃદય વેદના ઠાલવતા જણાવ્યું હતું કે “મારી દિકરી ત્રણ વર્ષથી ત્યાં છે, છ મહિનાથી પ્રયત્ન કરતા હતા કે ઘરે પાછી જાય પણ આ સંસ્થાના કારણે પાછી આવી ન શકી ,પ્રસંગોમાં આવે છે પણ અમારી સાથે રહેવાની ના પાડે છે.આગળનું ભવિષ્ય ત્યાં રહીને જ કાઢીશ તેમ જણાવે છે.અમે નાના હતા ત્યારે શીખવાડતા હતા કે માતૃદેવો ભવ ઃ અને પિતૃદેવો ભવઃ માત – પિતા જેમ કહે તેમ કરવાનું પણ અત્યારે મારી દિકરી તો બિલકુલ જ ના પાડે છે કે હું તો ઘરે નહીં જ આવું . મને એમ લાગે છે કે, આ બાબતે મારી દિકરીનું બ્રેઈન વોશ કરી દેવામાં આવ્યુ છે . વૈષણવી કહે છે કે મારે ઘરે આવું જ નથી કંઈ કામ હશે તો આવીશ પણ તમારી સાથે તો નહીં જ રહું. તે સિવાય તેઓ જણાવે છએ કે , હું એકલો પિતાન થી કે પોતાની દિકરીને પાછી બોલાવવા માંગે છે નવસારીના ઘણા એવા માતા – પિતા છે કે જે પોતાની દિકરીઓને પાછી બોલાવવા માંગે છએ પણ કોેઈ જ દિકરી પાછી આવવા માંગતી નથી.તે સિવાય વેક્સિન રેપ કેસ બાબતે વૈષણવી સાથે કોઈ જ પ્રકારનો સંપર્ક થયો નથી પણ કેસનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તો પાછી નહીં જ આવી શકે પણ પછી થી પાછી આવી જાય તો બહું જ સારી વાત છે. ”

પોલીસે ફોન કર્યા બાદ મને અછોડો પરત મળી શક્યો 

વૈભવે જણાવ્યું હતું કે ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ માટે સિલેક્ટ થયેલા તમામ વિદ્યાર્થીઓને તેઓના મોબાઈલ ફોન અને દાગીના સહિતની કિંમતી ચીજાે જમા કરાવી દેવાની હોય છે. મે પણ મારો સોના-પ્લેટીનમનો કિંમતી અછોડો અને આઈફોન-૭ સંસ્થામાં જમા કરાવેલો. મે સંસ્થા અધવચ્ચેથી છોડી દેતા મને મારો ફોન ડેમેજ હાલતમાં આપ્યો હતો પરંતું સંચાલકો-મેન્ટરો અછોડો આપતા નહોંતા. આખરે મે આ અંગેની પોલીસને જાણ કરતા પોલીસે અવધી અને વિનિતને ખખડાવ્યા હતા અને તેઓએ અછોડો આપી દઈએ છે તેમ કહેતા હું સંસ્થાની ઓફિસ ગયો હતો. જાેકે ઓફિસે જતા જ હંુ જાણે અછુત હોઈ તેમ વિનિતે ‘તું બહાર જ ઉભો રહે ’ તેમ કહી અંદર આવવા દીધો નહોંતો અને મારો અછોડો મારી તરફ છુટ્ટો ફેંકીને મને આપ્યો હતો.

પીડિતા ખૂબ જ શાંત અને મળતાવડા સ્વભાવની હતી

બળાત્કાર પિડીતા સાથે બે માસ સુધી ફેલોશીપમાં રહેલા વૈભવે એક જુનો કિસ્સો ટાંકતા કહ્યું હતું કે ઉક્ત બળાત્કાર પિડીતા ખરેખર અભ્યાસમાં ભારે તેજસ્વી હતી તેની સાથે એક શાંત અને મળતાવડા સ્વભાવની હતી. અમને આપવામાં આવેલા એક ટાસ્કમાં મે તેની સાથે બે કલાક સુધી વાતચિત નહોંતી કરી જેના પગલે તેણે જાતે એવું માની લીધું હતું કે તેની કદાચ કોઈ ભુલ હશે અને તેણે મને તુરંત સોરી લેટર મોકલાવી જણાવ્યું હતું કે મારી કદાચ કોઈ ભુલ થઈ ગઈ હોય તો હું તમારી નાની બેન જેવી છું મને માફ કરી દો. જાેકે મે તેને તેની કોઈ ભુલ નથી તેમ કહેતા તે ભાવુક બની હતી.

બળાત્કાર ગુજારનાર તત્ત્વોને જાહેરમાં શૂટ કરવાનો કાયદો લાવો

વડોદરા : પિડીતા પર બળાત્કારની ઘટનાને આજે ૨૬ દિવસ થયા છે પરંતું હજુ સુધી બળાત્કાર ગુજારનારા આરોપીઓ કે વિવાદોમાં સપડાયેલા અને બળાત્કારની વાત છુપાવી રાખનાર ઓએસીસના સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહી થતાં શહેરની મહિલા સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. આ બનાવથી ભારે વ્યથિત બનેલા ગુજરાત મહિલા સુરક્ષા સમિતીના સભ્ય શોભનાબેલ રાવલે આજે પોલીસ અધિકારીને મળીને ચર્ચાઓ કરી હતી અને બળાત્કાર ગુજારનારા તત્વોને જાહેરમાં શુટ કરી દેવાની છુટ આપવાની માંગણી પણ ઉચ્ચારી હતી.

ગુજરાત મહિલા સુરક્ષા સમિતીના શોભના રાવલે માધ્યમોને જણાવ્યું હતું કે તેમણે એસીપી જાધવ સાથે વાતચિત કરી છે અને તેમને પણ પ્રશ્ન કર્યો છે કે ‘આરોપી હજી પકડાયા નથી તો આરોપીઓ ક્યા છે? ૨૬ દિવસ થયાં હોવા છતાં આરોપીઓ હજુ સુધી કેમ ઝડપાયા નથી?.’ પિડિતાની માતા સાથે પણ તેમણે વાત કરી હતી જેમાં પિડીતાની માતાએ એવી વેદના વ્યક્ત કરી હતી કે તેમની દિકરી સાથે જે થયુ છે તે અન્ય દિકરી સાથે ના બને. આ સિવાય પિડીતાનું પરિવાર આર્થિક રીતે પછાત હોવાથી તેમને આર્થિક સહાય થાય તેવું કામ કરવું જાેઈએ.

એક વર્ષ પહેલાં નવલખી મેદાન ખાતે દુષ્કર્મ થાયં બાદ પંદર જ દિવસમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે આ પિડીતાના દુષ્કર્મને મહિનો વિતવા આવ્યો તે છતાં આરોપીઓ મળ્યા નથી અને દુષ્કર્મ વડોદરા ખાતે થયું હોેવા છતાં પણ હજી સુધી ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. પિડીતા દ્વારા સાડા છ થી પોણા સાત વાગ્યા સુધી સતત સાત થી આઠ વખત ફોન કરવામાં આવ્યા હતા તે છતાં પણ સંસ્થા દ્વારા ફોન ઉપાડવામાં ન આવતા પિડિતાએ આત્મહત્યા કરી લીધી છે જે સંસ્થાની ખૂબ જ મોટી ભૂલ છે.વડોદરામાં અનેક રેપ કેસો સામે આવ્યા છે ત્યારે રેપ કરતા વ્યક્તિઓને જાહેરમાં શૂટ કરવા માટેનો કાયદો લાવવો જાેઈએ.