ડભોઈ તાલુકાના ચાણોદ રેલવે ટ્રેક પાસેથી મૃત હાલતમાં દીપડો દેખાતા રેલવે સ્ટાફ દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગના સ્ટાફ ઘટના સ્થળે પોહચી મૃત દીપડાના ડભોઇ ફોરેસ્ટ વિભાગની કચેરીએ લાવી

પીએમ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો ચાણોદ નજીક અગાઉ પણ અવાર નવાર દીપડા દેખાવા તેમજ પશુઓનું મારણ કરવાં ના બનાવ બન્યા છે. ઉપરાંત નદીની કોતરોમાં ૪ થી વધુ દીપડા રહેતા હોવાની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી.