દહેરાદૂન-

કોરોના વાઈરસની બીજી લહેર વચ્ચે ઉતરાખંડમાં કુંભમેળા અને ચારધામ યાત્રા જેવા ભીડવાળા ધાર્મિક આયોજનોને લઈને હાઈકોર્ટે ફટકાર લગાવી છે. નૈનીતાલ હાઈકોર્ટે ટીપ્પણી કરી છે કે પહેલા આપણે કુંભમેળામાં ભૂલ કરી ત્યારબાદ હવે ચારધામમાં આ જ ભુલ કરી રહ્યા છીએ. આપણે શા માટે વારંવાર ખુદને શરમાવીએ છીએ. હાઈકોર્ટની આ ટીપ્પણી એવા સમયે આવી છે જયારે સોશ્યલ મીડીયા પર એવા અનેક વિડીયો વાઈરલ થયા છે જેમાં બદરીનાથ અને કેદારનાથ જેવા યાત્રાધામોમાં મોટી સંખ્યામાં પૂજારીઓ સામાજીક દૂરી વિના ઘુમતા જોવા મળી રહ્યા છે. કોર્ટે કટાક્ષ કર્યો હતો કે શું બધું જ પૂજારીઓ પર છોડી દીધું છે? જો પૂજારીઓ વચ્ચે જ જો કોરોના વાઈરસ ફેલાઈ ગયો તો શું થશે?