/
મોરબી: જ્ઞાનગંગા હાઇસ્કૂલ શરૂ કરી દેવાતા શિક્ષણ વિભાગની રેડ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

મોરબી-

વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે શિક્ષણ વિભાગે સ્થળ પર રૂબરૂ પહોંચી તપાસ કરી હતી. જેમાં શાળામાં 100 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા હતા.શિક્ષણ વિભાગની કાર્યવાહીશિક્ષણ વિભાગની ટીમે તપાસ કરતા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને શાળમા બોલાવી અભ્યાસ કરાવી અને નિયમોનો ભંગ કર્યો હતો. જેથી શાળા સંચાલકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સકારના ઓનલાઈન શિક્ષણના નિયમની શાળા સંચાલકો દ્વારા અવગણના કરવામાં આવી હતી.જિલ્લા શિક્ષણઅધિકારી બી એમ સોલંકીએ જણાવ્યું હતું કે હાલ શાળાને નોટીસ આપી છે અને જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોરોના મહામારીને પગલે શાળા-કોલેજો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ કાર્ય કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શિક્ષણ કાર્ય કરાવામાં આવી રહ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરી હતી. જેમાં શિક્ષણ કાર્ય ચાલતું હોવાથી શાળા સામે કાર્યવાહી કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution