ગાંધીનગર-

રાજ્ય સરકારે કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ બનાવી હતી. જે અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના વિષય મજબ મેળવેલ ગુણને બોર્ડની વેબસાઇટ પર અપલોડ કર્યા હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કર્યું છે. ધોરણ-10માં 8,57,204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમા 17,186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. ત્યાં જ 57,362 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. 1,00,973 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે. 8,57,204 વિદ્યાર્થીઓ પાસ થયા જયારે  17,186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. 57,362 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો, 100,973 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો, 1,50,432 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો, 1,85,266 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો, 1,72,253 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો, 1,73,732 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો