અમદાવાદ-

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અને ફેકલ્ટીઝમાં ટેકનિકલ શિક્ષણ સંબંધિત જ્ઞાનમાં સતત વધારો થાય તેવા હેતુસર વિવિધ વિષયો પર સમયાંતરે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ઉપક્રમે 27 ઓક્ટોબરથી રોબોટીક્સ વિષય પર પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં અટલ એકેડેમિક સ્કીમ અંતર્ગત આયોજિત પાંચ દિવસીય એફડીમાં રોબોટિક સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. જેમાં રોબોટિક્સના બેઝિકથી લઈને તેના એડવાન્સ લેવલ તેના કાયનામેટિક્સ અને ઇનવર્સ કાયનામેટિક્સ રોબોટિક્સનું મટિરિયલ્સ અને તેના સેન્સરનું મટિરિયલ્સ તેનું પાથ લર્નિંગ આ ઉપરાંત બાયો ઈન્સપાયર્સ રોબર્ટ જેમાં નૈસર્ગિક સંપદા અને સજીવોની સંવેદનાનું રોબોટિક્સમાં ઇમ્પલીમેન્ટેશન અંડર વોટર રોબોટિક્સ જેનાથી દરિયાઈ જીવ સુષ્ટિ વિશે વિવિધ પ્રકારે રિસર્ચ કરી શકાશે. આ ઉપરાંત એરિયલ રોબોટિક્સમાં નવીનતમ ડ્રોન ટેકનોલોજી ઉપરાંત ડિઝાઇન ઇનોવેશન સંબંધિત પ્રોજેક્ટની પસંદગી અને ટીમનું સિલેક્શન જેવા મહત્વના મુદ્દા પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. એફડીપીમાં IIT, MIT તેમજ સ્ટેટ યુનિવર્સિટીના 13 જેટલા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં 21થી વધુ રાજ્યના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી ભાગ લેશે.