ગાંધીનગર-

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેના કારણે જે વિદ્યાર્થીઓ નિયમિત હતા. તેમની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જે પહેલા વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ માર્કિંગ સ્કૂલ બોર્ડ દ્વારા અપલોડ કરવા પણ કહ્યું હતું. જે બાદ જૂન મહિનાના અંતિમ વીકમાં પરિણામ જાહેર થશે, તેમ જાણવા મળ્યું હતું. પરંતુ હવે જુલાઇના ફર્સ્ટ વીકમાં વિદ્યાર્થીઓ ધોરણ 10નું પરિણામ જાહેર થાય તે પ્રકારની શક્યતા રહેલી છે. ધોરણ10ની જેમ જ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. પરંતુ વિદ્યાર્થીઓએ 28 જૂનથી લઇને 4 જુલાઇ સુધી પોતાના માર્ક્સ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ માધ્યમિક શાળાના આચાર્યને સુચના આપી છે, બોર્ડની વેબસાઇટ પર માર્ક્સ અપલોડ કરવા માટે સૂચન કરાયું છે. નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબ ગુણ અપલોડ કરવાના રહેશે. જેના આધારે વિદ્યાર્થીઓનું પરિણામ જલદી નક્કી કરવામાં આવશે. જો કે, અત્યાર પૂરતું પરિણામ ધોરણ 12નું ક્યારે જાહેર કરાશે તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.