ગાંધીનગર-

ગુજરાત સરકારે એક બહુ મોટો નિર્ણય લઈને રાજ્યની શાળા અને કોલેજોમાં 6616 શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી નું અભિયાન શરૂ કરશે અને કુલ મળી 6616 શિક્ષ ણ સહાયકો અને અધ્યાપ ક સહાય કોની ભરતી થશે .

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ ગામી સમય માં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા કરવા જઈ રહી છે. આ પૈકી કોલેજમાં અધ્યાપક સહાયક ની જગાઓ પર 927ની ભરતી કરાશે જ્યારે અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષક સહાયક ના જગાઓ પર 2307 ની ભરતી કરાશે. આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 3382 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે . કોલેજ, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 6616ની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તેમણે જાહેરાત કરી છે.