દિલ્હી-

કિંગફિશર એરલાઈનના માલિક અને ભાગેડું લિકર બિઝનેસમેન વિજય માલ્યાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બેંકનું ફુલેકું ફેરવીને ભાગવાના મામલે મુંબઈની મુખ્ય અદાલતે તેની જપ્ત થયેલી સંપતિઓમાંથી અંદાજીત ૫૬૦૦ કરોડ રૂપિયાની સંપતિ બેન્કોને સોંપવાનો આદેશ આપવા્‌માં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને દેશમાંથી ભાગી જનાર વિજય માલ્યાની કરોડો રૂપિયાની સંપતિને ઇડીએ જપ્ત કરી લીધી હતી. ત્યાર પછી તેને ભાગેડું જાહેર કરવામાં આવ્યો હતો.

પહેલા કોર્ટે ૧ જૂને વિજય માલ્યાની ૧,૪૧૧ કરોડની પ્રોપર્ટી બેન્કોને આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે પહેલા ૨૪ મેના રોજ માલ્યાની ૪૨૩૩ કરોડ રૂપિયા બેન્કને આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈડી પાસે માલ્યાની જપ્ત સંપતિમાંથી કોર્ટને ૫૬૦૦ કરોડથી વધુ સંપતિ બેન્કને સોંપવાનો આદેશ આપ્યો છે. પરંતુ હજું પણ આ ચૂકવ્યા પછી હજારો કરોડ બાકી રહે છે.
દેશમાંથી ભાગીને વિજય માલ્યા હાલના દિવસોમાં તે લંડનમાં વસવાટ કરી રહ્યો છે, રાતો રાત ભાગી જનાર માલ્યાને ઈડીએ ભાગેડું જાહેર કર્યો છે. ત્યારે આ મામલે કોર્ટે જણાવ્યું કે જે બેન્કોના રૂપિયા લઈને ભાગ્યો છે માલ્યા, તે દેશની પ્રજાના રૂપિયા છે.