નડિયાદ : પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના અવસરે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણીના અનુસંધાને સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ નડિયાદના આઇસીડીએસ ઘટક-૧ દ્વારાં કોવિડ-૧૯ અનુસંધાને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝની ગાઇડલાઇનને અનુસરીને શહેરી વિસ્તારમાં પ સ્થળ ખાતે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અરેરા, નાની સીલોડ, નવા બિલોદરા, વીણા, ટુંડેલ, ડભાણ અને દાવડા સહિત ૧ર સ્થળ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં હેન્ડ વોશિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ૧૨૦૦ લાભાર્થીઓએ હાથ ધોવાના ૬ સ્ટેપ્સ મુજબ હેન્ડ વોશિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કિટ તેમજ ભાગ લેનારાંઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.