વડોદરા : નંદેસરી અદ્યોગિક વસાહત માં આવેલ ફાયર સ્ટેશન ને ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન અને નોટિફાઈડ એરિયા એ ક્રિષ્ના ફાયર એન્ડ સિક્યુરિટી ને કોટ્રાક્ટર આપી વહીવટ સોંપવા માં આવ્યો છે.પરંતુ કોન્ટ્રાકટર દ્વારા ફાયર મેન સહિત ના સ્ટાફ ને ઓછો પગાર આપવા માં આવે છે.જેને લઈ એક દિવસ આગાઉ તમામ નંદેસરી ફાયર વિભાગ ના તમામ ફાયર મેનો દ્વારા ન્યાય ની માંગ કરતું આવેદન જિલ્લા કલેક્ટર ને સુપ્રત કરવા માં આવ્યું હતું.જે અંગે ની જાણ કોન્ટ્રાકટર ને થતા કોન્ટ્રાકટર દ્વારા ત્રણ કર્મચારી ઓ ને છૂટા કરવા મા આવ્યા હતા.જેને પગલે આજરોજ રાવીરાજ સિંહ જાડેજા નામમાં કર્મચારી એ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવા નો પ્રયાસ કર્યો હતો.પરિવારજનો એ રવિરાજ ને સારવાર અર્થે નંદેસરી સ્થિત આવેલ દિપક ફાઉન્ડેશન ના દવાખાને દાખલ કરાવ્યો છે.ઝેરી દવા ગટકાવતા પહેલા રવિરાજ જાડેજા દ્વારા સુસાઇડ નોટ લખવા માં આવી છે જેમાં સ્પષ્ટ પણે કોન્ટ્રાકટર દ્વારા કરવા માં આવતા શોષણનો વિરોધ કરીને સૌનું સારુ કરવા કોન્ટ્રાકટર નિશિત ભટ્ટ અને ડી વી પરમારે આણંદ ઓફિસ ખાતે બોલાવી એખ મહીનાનો પગાર આપી એમ કહેલ કે મે તમને નોકરીમાં જ નથી રાખ્યા તો એક મહીનાનો પગાર માટે ઓફિસે કેમ આવ્યો.હું તો સઉનું સારુ કરવા ગયો શોષણનો વિરોધ કરીઓ તો અમને મે નથી રાખ્યા તેમ કરી નોકરીમાંથી આજે કાઢી મુકેલ છે.જેના લીધે હું આ પગલું ભરુ છું. મારા આ પગલા ભરવા પાછળનું કારણ ડી વી પરમાર અને નિશિત ભટ્ટ કોન્ટ્રાકટર છે.જેને મારી સાથે આવી રમત રમી,કદાચ મારા આવુ કરવાથી બીજા સ્ટાફને માટે સારુ થાય.રવિરાજે ઝેરી દવા પી લીધા પછી તેને સારવાર માટે દાખલ કરાતા તેની તબિયત સુધારા પર છે.પણ આ બનાવ પછી રવિરાજ સિંહ જાડેજા ના પરિવારજનો કોટ્રાક્ટર વીરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા ની માંગ કરી રહ્યા છે.