દેવગઢબારિયા, દેવગઢ બારીયા નગરપાલિકામાં એક ટર્મ પૂરી થતા પ્રમુખ વરણીના મામલે થયેલ હુંસાતુંસીમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે ગજગ્રાહ હતા. નગરનો વિકાસ અવરોધઆતા નગરજનોની પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાતા નગરજનોમાં ભારોભાર રોષ જાેવા મળ્યો હતો. હાલ નગરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ તથા રોજે રોજ ઉભરાતી અને તૂટેલી ગટરોના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે.  

હાલ તૂટેલી ગટરો કે રસ્તાના રીપેરીંગના કામ કરવાનું ટાળી પાલિકા પ્રમુખને માત્ર નવા કામોમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે અને સાથે સાથે નગરના રસ્તાઓના કામો જે ઇજારદારને નગરજનોથી માંડી પાલિકાના કેટલાક સદસ્યોએ પણ વિરોધ કર્યો હતો. તેમ છતાં પાલિકા દ્વારા તે જ ઇજારદાર નગરના રસ્તાઓનો કોન્ટ્રાક્ટ મળતા લોકોમાં પાલિકા સત્તાધીશોની દોગલી નીતિ સામે પણ ભારે અસંતોષ જાેવા મળી રહ્યો છે. દેવગઢબારિયા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવેનો ઇજારદારને વર્ષ ૨૦૧૭માં અંદાજે ૫ કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કર્યો હતો. જેમાં હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ વાપર્યું હોવાને કારણે તે સ્ટેટ હાઇવે રોડ પર માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં જ ખાડાઓ અને તિરાડો પડી જતા તે ખાડાઓ અને તિરાડો મોટા પાયે થયેલ ભ્રષ્ટાચારની ચાડી ખાતા હાલ પણ જાેવા મળી રહ્યા છે. આ સ્ટેટ હાઇવેનો ઇજારદાર જે દાહોદના જે ઇજારદારનો ટેન્ડર ખુલતા તેજ ઇજારદાર નો ત્યારબાદ નગર પાલિકાના નવા રસ્તાઓ બનાવવાનો પાલિકા દ્વારા ટેન્ડર પાસ થતા સ્ટેટ હાઇવેના ભ્રષ્ટાચારથી વાકેફ નગરજનો તથા કેટલાક સુધરાઇ સદસ્યોએ આનો વિરોધ કર્યો હતો. જેના કારણે નગરમાં રસ્તાનું કામ થોડા દિવસ ખોરંભે પડયું હતું અને ત્યારબાદ નગરના રસ્તાનું કામ મંથર ગતિએ ચાલતું રહ્યું છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા નગરના જે રસ્તાને ઉપયોગિતાની દ્રષ્ટિએ પ્રાથમિકતા આપવાની હોય તે રસ્તાના બદલે નગરના બીજા રસ્તાઓ બનાવવા શરૂ કરી દેતા નગરજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. તેમ છતાં પાલિકાના સત્તાધીશો અને આની કોઈ અસર થતી નથી બારીયા પાલિકાનો વહીવટ તો પાલિકાના મહિલા પ્રમુખના પતિ જ કરતા હોવાનું તથા મહિલા પ્રમુખ તો માત્ર રબર સ્ટેમ્પ હોવાનું અને આ સિલસિલો અગાઉથી જ શરૂ થયો હોવાનું નગરજનોમાં ખુલ્લમ ખુલ્લુ ચર્ચાઈ રહ્યું છે. હાલ દેવગઢબારિયા નગરમાં રસ્તાના ચાલી રહેલા કામોમાં યોગ્ય ગુણવત્તાવાળુ મટીરીયલ વાપરવામાં આવે છે કે નહીં તેનું પાલિકાના સત્તાધિશોની સાથે સાથે નગરજનો પણ ધ્યાન રાખે તે બારીયા નગરના હિતમાં છે નહી તો નગરના રસ્તાઓ ગણતરીના જ મહિનાઓમાં બિસ્માર થઇ જશે તેમાં કોઈ બેમત નથી.