મુંબઈ-

એટીલિયા કેસ માટે તપાસ કરી રહી રાષ્ટ્રીય તપાસ એજન્સિએ એક નવો ખુલ્લાસો કર્યો છે. 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા પાસે સ્કોર્પિયોમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ સ્કોર્પિયો મનસુખ હિરેનની માલિકીનું હતું. હિરેને કાર ચોરી કરી હોવાની જાણ કરી હતી. 5 માર્ચે મનસુખ હિરેનનો મૃતદેહ થાણેના રેટી બંદર પરથી મળ્યો હતો. દરમિયાન અત્યાર સુધી આ કેસમાં 150 લોકોનું નિવેદન નોંધ્યું છે. આ કેસમાં પૂર્વ પોલીસ અધિકારીઓ પ્રદીપ શર્મા અને સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી છે. એટીલિયા કેસ માટે તપાસ કરી રહી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એક નવો ખુલ્લાસો કર્યો છે. મંગળવારના રોજ વિશેષ અદાલતને જણાવવામાં આવ્યું કે, થાનાના વ્યવસાયી મસુખ હિરેનની હત્યાને લઇને આરોપએ 45 લાખ રૂપિયા આપ્યા હતા. તપાસ એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે કોર્ટ પાસે વધુ 30 દિવસનો સમય માંગ્યો હતો. હકીકતમાં, 25 ફેબ્રુઆરીના રોજ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં આવેલા ઘરની બહાર વિસ્ફોટકોથી ભરેલી એસયુવી મળ્યા બાદ હિરેને દાવો કર્યો હતો કે, આ કાર અગાઉ તેની સાથે હતી ત્યાર બાદ આ પછી 5 માર્ચેના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.