આણંદ, તા.૨૬  

આણંદ  જિલ્‍લામાં હાલ કોરોના વાઇરસના શંકાસ્‍પદ અને સંક્રમિત દર્દીઓની સંખ્‍યામાં ઉત્તરોતર વધારો થઇ રહેલ છે. આવા સંજાેગોમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતો સ્‍ટાફ તેઓની ફરજમાંથી છૂટા થઇ જવાની શક્યતાઓને ધ્યાને લઇ આ અંગે મુખ્‍ય જિલ્‍લા તબીબી અધિકારી, સિવિલ  હોસ્પિટલ, આણંદએ જરૂરી કાયદાકીય જાેગવાઇઓ માટે રજૂઆત કરી છે.

આ રજૂઆતને ધ્યાને લઇ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અને કલેક્ટર આર.જી. ગોહિલે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટની કલમ-૩૪ અને એપેડમિક એક્ટની જાેગવાઇઓ ધ્યાને લઇ આણંદ  જિલ્‍લામાં સરકારી, ટ્રસ્‍ટની અને ખાનગી હોસ્પિટલના કોઇપણ મેડિકલ, પેરામેડિકલ અને સંબંધિત તમામ સંવર્ગના ફરજ પરના કર્મચારીઓ જિલ્‍લા કલેકટરની પૂર્વ મંજૂરી સિવાય કોઇપણ સંજાેગોમાં ફરજ પરથી છુટા થઇ શકશે નહીં, ફરજાે છોડી ચાલ્‍યાં જઇ શકશે નહીં કે રાજીનામું આપી શકશે નહીં.

આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંધન કરનાર નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૫૧થી ૫૮ તેમજ ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (સને ૧૮૬૦નો અધિનિયમ-૪૫)ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્‍વયે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી, આણંદ અથવા તેઓના પ્રતિનિધિ આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.