અંક્લેશ્વર, અંકલેશ્વર વાલિયા ચોકડી ઉપર ત્રણ માલવાહક વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા વાહન ચાલકો માં અફરાતફરી નો માહોલ સર્જાયા ગયો હતો.કારણ કે ટેન્કર માંથી એસિડ લીકેજ થઈને રોડ પર ઢોળાવા લાગ્યુ હતુ, જેના કારણે વાહન ચાલકો આંખ, નાક અને ગાળામાં બળતરા ની ફરિયાદો ઉઠી હતી, જાેકે સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

ભરૂચ થી મુંબઈ તરફ એચસીએલ એસિડ ભરીને એક ટેન્કર અંકલેશ્વર વાલિયા ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યુ હતુ, તે દરમ્યાન ટેન્કર , ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને ટેન્કરનો વાલ્વ ડેમેજ થતા ટેન્કર માંથી એસિડ રોડ પર ઢોળાવ લાગ્યુ હતુ, જેના કારણે વાહન ચાલકો માં ફફડાટ વ્યાપી ગયો હતો.અને એસિડ ના ધુમાડા નીકળતા વાહન ચાલકો એ આંખ , નાક અને ગાળામાં બળતરા થઇ હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.ઘટનાની જાણ અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ડીપીએમસી સેન્ટર ના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર લાશ્કરો બે ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા, અને પ્રથમ ક્ષતિગ્રસ્ત ટેન્કર ને સુરક્ષિત સ્થળે ખસેડીને રોડ પર પાણી નો મારો ચાલવી એસિડની તીવ્રતા ઓછી કરી હતી, અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે ટેન્કર ના ચાલક અને લાશ્કરો એ મળીને ટેન્કર ના લીકેજ વાલ્વને યોગ્ય રીતે બંધ કરી લીકેજ અટકાવ્યુ હતુ, સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.