દિલ્હી-

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કહ્યું કે તે મ્યૂકર માઇકોસિસ (બ્લેક ફંગસ)ને મહામારી રોગ અધિનિયમ ૧૮૯૭ અંતર્ગત એક અધિસૂચ્ય બીમારી બનાવે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને કહ્યું કે તે બ્લેક ફંગસના તમામ કેસને રિપોર્ટ કરે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ અને મેડિકલ કોલેજ અને આઇસીએમઆર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરશે. કેન્દ્રના આ આદેશ બાદથી હવે તમામ રાજ્ય બ્લેક ફંગસના કેસની જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયને આપશે.

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે બ્લેક ફંગસનો પડકાર સતત વધી રહ્યો છે. દેશના અલગ-અલગ હિસ્સામાં તેના અનેક કેસ સામે આવ્યાં છે, જ્યારે અનેક મોત પણ થઇ ચુકી છે. એકલા મહારાષ્ટ્રમાં જ બ્લેક ફંગસના કારણે ૯૦ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. દિલ્હી, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યાં છે. સતત વધી રહેલા સંકટ વચ્ચે એમસ દ્વારા હવે કેટલીક ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. જે બ્લેક ફંગસ છે કે નહીં તે જાણવા અને તેની સારવાર દરમિયાન મદદરૂપ સાબિત થઇ શકે છે.