ઉત્તર પ્રદેશ-

ઉત્તર પ્રદેશમાં ઈન્ટરનેટ પર અશ્લીલતા જોનારા પર હવે 1090ની એક ટીમ નજર રાખશે. આમ કરનારાઓને હવે સચેત કરવામાં આવશે. આ સાથે મહિલાઓ સુધી પહોંચવા માટે 1090 સમયાંતરે જાગરૂકતા સંદેશ અને સોશિયલ મીડિયા પર દરેક પ્લેટફોર્મના માધ્યમથી મોકલશે.

એક પત્રકાર પરિષદમાં એડીજી નીરા રાવતે કહ્યું કે ઈન્ટરનેટ ના વધતા ઉપયોગને જોતા 1090 એ પણ લોકો સુધી પહોંચવા માટે આ જ માધ્યમનો ઉપયોગ કર્યો. ઉત્તર પ્રદેશમાં ડિજિટલ ચક્રવ્યૂહમાટે એક ડિજિટલ આઉટરીચ રોડમેપ તૈયાર કર્યો. એડીજી નીરા રાવતે કહ્યું કે ઈન્ટરનેટના એાલિટિક્સને સ્ટડી કરવા માટે oomuph નામની એક કંપનીને રાખવામાં આવી છે. તેઓ ડેટાના માધ્યમ ઈન્ટરનેટ પર શું સર્ચ થઈ રહ્યું છે તેના પર નજર રાખશે. જો કોઈ વ્યક્તિ ઈન્ટરનેટ પર અશ્લીલતા જોતી હશે તો તેના સંકેત એનાલિટિક્સ ટીમને મળી જશે. ટીમ તે અંગે 1090ની ટીમને જણાવશે. 1090ની ટીમ તે વ્યક્તિને આવી સામગ્રીથી સચેત રહેવા માટે જાગરૂકતાના મેસેજ મોકલશે. આમ કરવાથી અપરાધની શરૂઆત ઉપર જ રોક લગાવવામાં આવશે. આવનારા સમયમાં 1090 સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર હાજર રહેશે અને અલગ અલગ સોશિયલ મીડિયા યૂઝર્સ સુધી તેની પહોંચ વધશે. સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા મેસેજ અને સંદેશા પણ તૈયાર કરવામાં આવ્યા છે.