અમદાવાદ-

ભારતીય રેલમાં હાલના દિવસોમાં ખાનગીકરણની ચર્ચા ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે હવે એરપોર્ટની જેમ હવે રેલવે સ્ટેશનો ઉપર યૂઝર્સ ચાર્જ લગાવવા જઈ રહી છે. રેલમંત્રાલય તરફથી જે વાત સામે આવી રહી છે તેના પ્રમાણે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હાવડા જેવા મોટા સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ લાગશે નહીં, પરંતુ ગુજરાત, બલિયા, બસ્તી, ગોંડા, હાજીપુર, ગોમો, ડાલ્ટેનગંજ, બરોની, ખગડિયા, જમાલપુર, ભાગલપુર જેવા સ્ટેશનો પર આ ચાર્જ લાગી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ રેલવેની મુસાફરી હવે મોંઘી થઈ શકે છે. રાજ્યના કેટલાક રેલવે સ્ટેશનો પર યુઝર્સ ચાર્જ વસૂલવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના સંદર્ભે હાલ ગુજરાતના ૨૦ સ્ટેશનોના નામ સામે આવી રહયા છે, જે સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ વસૂલવામાં આવશે. ગુજરાતના જે ૨૦ રેલવે સ્ટેશનો પર ચાર્જની વસૂલવાની તૈયારીઓ ચાલી રહી છે,

તેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સ્ટેશન, ગાંધીનગર, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, મહેસાણા, નડિયાદ, નવસારી, ભુજ, પાલનપુર, સુરેન્દ્રનગર, વલસાડ, વાપી, વેરાવળ, વિરમગામ, ઉધના રેલવે સ્ટેશન પર યુઝર ચાર્જ અંગે નોટિફિકેશન બહાર પડાશે. ખાનગી ટ્રેનોનું ભાડું બજારના હિસાબે નક્કી થશે. પેસેન્જરને વેલ્યુ એડેડ સર્વિસ ઉપલબ્ધ કરાવાશે. રેલ્વે બોર્ડના સીઈઓ અને ચેરમેન વી.કે.યાદવે જણાવ્યું હતું કે, યુઝર ચાર્જ માટે રેલવે ટૂંકમાં જ નોટિફિકેશન જાહેર કરશે. જાેકે યુઝર ચાર્જ કેટલો હશે તેના પર તેમણે કહ્ય્šં હતું કે એક નાની રકમ યુઝર ચાર્જ તરીકે વસૂલાશે. રેલવેએ માહિતી આપી કે મોટાં રેલવે સ્ટેશનો અને ભીડવાળાં રેલવે સ્ટેશનોમાં યુઝર ચાર્જ વસૂલાશે. આ યુઝર ચાર્જ યાત્રીઓની ટિકિટમાં ઉમેરાઈ જશે. અને આ રકમનો ઉપયોગ રિડેવલપમેન્ટ માટે કરાશે. અને જ્યારે કામ પૂરુ થઈ જશે તો આ ચાર્જ રેલ્વેની થતી ખોટની ભરપાઈ કરશે. યાદવે કહ્યું કે, ભારતીય રેલ્વે પોતાના યાત્રીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા આપવા જઈ રહ્ય્šં છે. સાથે જ તેઓએ કહ્ય્šં કે ૭ હજાર રેલ્વે સ્ટેશનમાંથી ૧૦ કે ૧૫ ટકા સ્ટેશનો પર યુઝર ફી લેવામાં આવશે.