દિલ્હી-

પીએમ મોદી આ વર્ષે ૧પમી ઓગસ્ટે પોતાના સંબોધનમાં દેશને એક મોટી ભેટ આપી શકે છે. પીએમ એ દિવસે ''નેશનલ ડિજિટલ હેલ્થ મિશન'' યોજનાની જાહેરાત કરી શકે છે આ યોજનામાં દરેક ભારતીયની પર્સનલ આઇડી હશે અને હેલ્થ રેકોર્ડને ડિજિટાઇઝ કરવામાં આવશે. ત્યાં સમગ્ર દેશના ડોકટર અને સ્વાસ્થ્ય સુવિધાઓનું રજીસ્ટ્રેશન પણ થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યોજનાના પ્રસ્તાવને કેબિનેટની મંજુરી મળી ચુકી છે અંતિમ મંજુરી આ સપ્તાહના અંતે મળી જશે. પીએમ ૧પ ઓગસ્ટે આ યોજનાની જાહેરાત કરશે. આ યોજનાને ૪ ફીચર સાથે શરૂ કરાશે. પ્રથમ હેલ્થ આઇડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ, ડિજી ડોકટર અને હેલ્થ ફેસીલીટી રજીસ્ટ્રી થશે. બાદમાં આ યોજનામાં ઇ ફાર્મસી અને ટેલીમેડીસીન સેવાને પણ સામેલ કરાશે. આ માટેની ગાઇડલાઇન્સ ઘડાઇ રહી છે.

આ એપમાં દેશના કોઇપણ નાગરિકને ખુદને જોડવાનું સ્વૈચ્છિક રહેશે એટલે કે કોઇને ફરજ નહિં પડાય હેલ્થ રેકોર્ડ સંબંધિત વ્યકિતની મંજુરી બાદ જ શેયર કરાશે. આ જ રીતે હોસ્પીટલો અને ડોકટરને આ એપ માટે ડિટેલ ઉપલબ્ધ કરાવવાનું પણ સ્વૈચ્છિક રહેશે. સરકારનું માનવું છે કે આવા એપની ઉપયોગીતા જોતા તેમાં મોટા પાયે લોકો સામેલ થઇ શકે છે. આ યોજનાથી હેલ્થ સેવાઓની ક્ષમતા અને પારદર્શિતા વધશે.

વિશ્વની સૌથી મોટી સ્કીમ આયુષ્યમાન ભારત લાગુ કરનાર NDHM જ આ એપ અને વેબસાઇટને બનાવી છે આ યોજના તબક્કાવાર રીતે લાગુ થશે. પ્રારંભ કેટલાક રાજયોથી થશે. રૂ ૪૭૦ કરોડ મંજુર થયા છે. આ યોજનામાં પ્રાઇવસીનો ખ્યાલ રખાવ્યો છે કોઇ પણ માહિતિ સંબંધિત વ્યકિતની ઇચ્છાથી જ શેયર થશે. લોકોને એ પણ વિકલ્પ અપાશે કે તેના હેલ્થ ડેટાને થોડા સમય માટે ડોકટર જોઇ શકે. હેલ્થ આઇડી બધા રાજયો હોસ્પીટલો, ફાર્મસીમાં લાગુ થશે. ડી જી ડોકટર વિકલ્પ દેશના બધા ડોકટરોને આ એપ પર નોંધણીની સુવિધા આપશે. આ યોજના ભારતને એક ડીજીટલ હેલ્થ નેશન બનાવવા તરફનું પગલું છે.